તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બગસરામાં સંત રતિરામબાપાની 39મી નિર્વાણતિથી ઉજવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બગસરામા પુ.સંત રતિરામબાપાની 39મી નિર્વાણ તિથી તા. 16ને બુધવારે બંગલી ચોક, લેઉવા પટેલ સમાજમા ઉજવાશે. જેમા પુંજારામબાપાના શિષ્ય રતિરામબાપાની સમાધી પુજનવિધી તેમજ ધ્વજારોહણ કરાશે. રાત્રીના ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાશે જેમા પધારવા ભીખુભાઇએ જણાવ્યું છે.

અમરેલીમાં બાળકો માટે વેકેશન વાવણીની મોસમ કાર્યક્રમ યોજાશે
અમરેલીમાં જિલ્લાની કોઈ પણ શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે વેકેશન વાવણીની મોસમના નામે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલીમાં પાઠક સ્કુલ દ્વારા 3 થી 13 વર્ષના બાળકો માટે 25 એપ્રીલથી 1 મે સુધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું રજીસ્ટ્રેશન બાળકોએ ફરજીયાત કરાવવાનું રહેશે. વધુ માહિતી માટે પાઠક સ્કુલનો સંપર્ક કરવાનો રહેશે.

બગસરા નાગરીક શરાફી મંડળી દ્વારા વિમા સહાયના ચેક અર્પણ કરાયા
બગસરા નાગરીક શરાફી સહકારી મંડળની ધારી શાખા દ્વારા વીમા સહાયનો એક અપર્ણ કરવામાં આવ્યું હતું. શાખાના સભાસદ સ્વ. રસિકલાલ નાનજીભાઈ ચિત્રોડાનું અવસાન થતાં બાજપાઈ સભાસદ વીમા નિધિ યોજના હેઠળ તેમના પરિવારના શૈલેષભાઈ ચિત્રોડાને વીમાં સહાયના રૂ. 25000નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

હિપાવડલીમાં હનુમાન જયંતિની ઉજવણી કરાશે, સંતવાણીનું આયોજન
સાવરકુંડલાના હિપાવડલીમા પુ.જસુબાપુ ગુરૂ જમનાદાસબાપુના સાનિધ્યમાં લટુરિયા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે. આ તકે મારૂતિ યજ્ઞ અને સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સાથે નિદાન કેમ્પનું પણ યોજાશે. આ કાર્યક્રમમાં લોકોને પધારવા માટે આયોજકોએ અપીલ કરી છે.

જાફરાબાદની શાળામાં ધો.8 નાં બાળકોનો વિદાય સમારોહ યોજાયો
જાફરાબાદ કેળવણી ઉતેજક મંડળ સંચાલિત ટી.જી સંઘવી અને ગીતાબેન મહેતા ઉચ્ચ પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યા હતા. આ તકે મોટી સંખ્યામાં વાલીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વાઘવડીની પ્રા. શાળાનાં શિક્ષકને વિદાય સાથે ત્રિવિધ કાર્યક્રમ યોજાયા
ચલાલાના વાઘવડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મધુબેન વઘાસીયા વય મર્યાદાના કારણે નિવૃત થતા અને ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રિવિધ કાર્યક્રમમાં ધો. 4 થી 8ના છાત્રોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યા હતા. વિદાય સમારંભને સફળ બનાવવા માટે શાળાના શિક્ષિકા કે.કે. બારડે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...