તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

િશયાળુ પાકની ધીમી ગતિએ આવક શરૂ થતાંતળાજા માર્કેટયાર્ડ ધમધમતું થયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા માર્કેટ યાર્ડમાં \\\"\\\"રવિ\\\"\\\" પાકની ધીમી આવક શરૂ થઈ છે. ઘઉં - ચણા - મસાલા પાકો ની સાથે હજુ કપાસ અને મગફળી ની પણ આવક શરૂ છે. અગાઉનાં વર્ષો કરતા ખેત જણસીનો કારોબાર ઘટ્યો છે.

આ વર્ષે અનિયમિત અને ત્રુટક - ત્રુટક વરસાદથી પાણીની અછતનાં કારણે તળાજા વિસ્તારમાં શિયાળુ વાવેતર સામાન્ય થી ઓછું થવા છતા હાલ શિયાળુ પાક તૈયાર થતા તળાજા માર્કેટીંગ યાર્ડમાં મુખ્યત્વે ઘંઉ, જુવાર, બાજરી, ચણા તેમજ મસાલા પાકોની ધીમી આવક શરૂ થઇ છે. ઉપરાંત હજુ મગફળી અને ખરીફ સીઝનનો કપાસ તળાજા યાર્ડમાં ઠીક ઠીક આવી રહ્યો છે.

ભાવનગર જિલ્લાનાં રબિ (શિયાળુ) વાવેતરમાં આવર્ષે નોંધયેલ ઘટાડા ની અસર તળાજા તાલુકામાં પણ રહી છે. જીલ્લામાં કુલ 20857 હેકટરનાં શિયાળુ વાવેતરમાં તળાજા તાલુકાનો હિસ્સો 8356 હેકટરનો હેકટરનો રહયો છે. જેમાં મુખ્યત્વે ઘંઉ 1406 હેકટર, જુવાર 3045 હેકટર, ડુંગળી, 3515 હેકટર અને ચણા 115 હેકટર તેમજ શાકભાજી, ધાણા, મેથી અને મસાલા નાં ઘટતા અંશે તૈયાર થયેલ વાવેતરનો પાક તળાજા યાર્ડમાં આવી રહયો છે. ઉપરાંત ખરીફ સીઝન નાં કપાસ અને મગફળીનો સંગ્રહાયેલ જથ્થો પણ તળાજા યાર્ડમાં હજુ આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...