તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊના- વડલી રૂટની એસટીમાં વ્હીલનાં નટબોલ્ટ ખુલી ગયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉના ડેપોની ઉના-વડલી રૂટની એસ.ટી બસમાં મુસાફરો ભરીને ઉનાથી વડલી ગામ તરફ જવા નિકળી હતી. ત્યારે ગીરગઢડાના ધોકડવા-મોતીસર ગામ વચ્ચે પહોચી હતી. ત્યારે બસના ડાબી બાજુના ટાયરમાં અચાનક અવાજ આવતા ડ્રાઇવરે ચાલુ બસને કન્ટ્રોલ કરી તાત્કાલીક રોકી દીધી હતી. અને બસના ડ્રેઇવર નીચે ઉતરી ટાયરમાં જોતા બસના પાછલા વ્હીલની સાપ્ટીંગ અને નટબોલ ખુલી ગયા હતાં. ડ્રાઇવરની સમય સૂચકતાથી દુર્ઘટનાં ટળી હતી. જોકે મુસાફરોનાં શ્વાસ અધ્ધર ચઢી ગયા હતાં. બસનું સમયસર મેન્ટેનન્સ ન થતું હોવાથી આવા બનાવો બની રહયાં છે. તંત્ર દ્વારા નિયમ મુજબ બસની ચકાસણી કરવામાં આવે તો આવા બનાવોને અટકાવી શકાય તેમ છે.

_photocaption_આસટીનાં વ્હીલનાં બોલ ખુલી ગયા. } જયેશ ગોંધીયા*photocaption*
અન્ય સમાચારો પણ છે...