તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઇથી માતાના મઢે જતાં સાઇકલ યાત્રિકોનું વાંકાનેરમાં સ્વાગત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈના ઘાટકોપર વિસ્તારનુ હર હર મહાદેવ ગૃપ સતત પાંચમા વર્ષે સાઇકલ પર માતાના મઢ આશાપુરા માતાજીના દર્શને જવા નીકળ્યું છે. વાંકાનેર ખાતે સાઇકલ યાત્રીઓનું યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલા, શારદા વિદ્યાલયના સંચાલક પરેશભાઇ મઢવી અને માલધારી સમાજના અગ્રણી હિરાભાઈ માલધારી સહિતનાઓએ સ્વાગત કર્યુ હતુ.

માતાના મઢે નવરાત્રિમાં આશાપુરા માતાજીના દર્શન કરવા હજારો યાત્રાળુઓ દેશભરમાંથી આવતા હોય છે. યાત્રીઓ પગપાળા, સાયકલ, મોટરસાયકલ તેમજ ફોર વ્હીલ મારફતે જતા હોય છે. યાત્રીઓ ચોટીલા બાઉન્ડ્રી થી કચ્છ જવા વાયા વાંકાનેર થી પસાર થાય છે જેથી યાત્રીકો માટે વિસામો તથા રાત્રી રોકાણ કરવા માટે વાંકાનેર મા નેશનલ હાઈવે પર લુહાર વાડી ખાતે જય ગોપાલ મિત્ર મંડળ દ્વારા રહેવા જમવા ચા પાણી નાસ્તા સહિત સેવા માટે સેવા કેમ્પ ખોલવામા આવેલ છે. આ સેવા કેન્પ ગત 21. 09. 2019 થી શરૂ કરવામા આવ્યો છે. જય ગોપાલ મિત્ર મંડળના સહયોગથી ચાલતા સેવા કેમ્પ મા ચારસો થી વધુ દર્શનાર્થીઓ ચા નાસ્તો જમવા માટે રોકાણ કરે છે. હવે યાત્રિઓનો ઘસારો વધુ રહેશે જે બાબતે જય ગોપાલ મિત્ર મંડળ દ્વારા તમામ વ્યવસ્થા કરવામા આવી છે તેમ સ્વયં સેવકો દ્વારા જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...