તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાપ્તાહિક વેરાવળ - ઝાંસી - વેરાવળ એકસ્ટ્રા ટ્રેન શરૂ કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખી મુસાફરોની સવલત માટે વેસ્ટર્ન રેલવે દ્વારા એકસ્ટ્રા ટ્રેન શરૂ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે રેલવે વિભાગને વેરાવળ ઝાસી વેરાવળ એકસ્ટ્રા ટ્રેન 17 દિવસ માટે શરૂ કરવામાં આવી છે. વેકેશન અને લગ્નગાળાની સિઝનને લઇને જુન મહિના સુધી સૌરાષ્ટ્ર મેઇલ સહિતની તમામ ટ્રેનમાં રીઝર્વેશન ફુલ હોવાનું જાણવા મળી રહ્યું છે. જૂનાગઢ રેલ્વે વિભાગમાંથી મળતી માહિતી મુજબ વેરાવળ-ઝાંસી સાપ્તાહિક ટ્રેન પણ દોડાવામાં આવી રહી છે.

ટ્રેન દર શુક્રવારે વેરાવળથી 6:35 કલાકે ઉપડશે. જે બીજા દિવસે 6 કલાકે ઝાંસી પહોંચશે. 12 એપ્રિલથી 28 જુન સુધી આ ટ્રેન દોડાવામાં આવશે. પરતમાં ટ્રેન દર બુધવારે ઝાંસીથી 7:30 કલાકે ઉપડીને શુક્રવારે 4:30 કલાકે વેરાવળ પહોંચશે. આમ ઉનાળા વેકેશન માટે વધુ બે સાપ્તાહિક ટ્રેનો શરૂ કરાતા મુસાફરોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. વેકેશન અને લગ્નગાળાની સિઝનને લઇને જૂનાગઢ રેલ્વે સ્ટેશન પરથી સૌરાષ્ટ્ર મેઇલ સહિતની ટ્રેનમાં જુન મહિનાની 15 તારીખ સુધી રીઝર્વેશન ફુલ હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...