તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2020માં મોરબીને દેશનું સ્વચ્છ શહેર બનાવીશું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરબી યુવા જ્ઞાનોત્સવના અંતિમ સેશનમાં ૧૨ હજારથી વધુ જન મેદની ઉમટી પડી હતી. અને ડોમ ઉપરાંત બહારનું ગ્રાઉન્ડ પણ હકડેઠાઠ મેદનીથી ફૂલ થઇ ગયું હતું. બીએપીએસના જ્ઞાનવત્સલ સ્વામીના પ્રેરણાદાયી ઉદબોધન બાદ જ્ઞાનોત્સવ રંગેચંગે સંપન્ન થયો હતો. અંતિમ સેશનનું ઉદ્દઘાટન મોરબીની પ્રજાના પ્રશ્નોને વાચા આપતા તમામ પત્રકારોના હસ્તે થયું હતું. જ્ઞાનવત્સલ સ્વામીએ ‘લાઈવ લિવિંગ’ વિષય પર વક્તવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મિખાઇલ અને બોમ્બ બનાવનારા પણ ભણેલા હોય છે. માટે માત્ર શિક્ષણ નહીં પણ સંસ્કાર જરૂરી છે. સિરામિક અને ક્લોક ઉદ્યોગે મોરબીને વિશ્વ વિખ્યાત બનાવ્યું છે. પરંતુ મેં જોયું કે, મોરબીમાં ખૂબ ગંદકી છે. તેમણે ઉપસ્થિત તમામ શ્રોતાઓને શપથ લેવડાવ્યા હતા કે, 2020ના વર્ષમાં મોરબીને દેશનું સૌથી સ્વચ્છ શહેર બનાવીશું. તેમણે આના ઉપાય તરીકે સુચન આપ્યું હતું કે, મોરબીના ઉદ્યોગોમાં હજારો કામદારો કામ કરે છે ત્યારે ઉદ્યોગપતિ પોતાના કર્મચારીઓને અઠવાડિયે માત્ર એક કલાક સફાઈ માટે મોકલશે તો શહેર સ્વચ્છ થઇ જશે.

જ્ઞાનોત્સવની સાથે-સાથે
10 વક્તાઓ

20 થી વધુ શાળા-કોલેજો જોડાઈ

પોલીસ દ્વારા હથિયારોનું પ્રદર્શન

વિસરાતી વાનગીઓના સ્ટોલ

ઓર્ગેનીક પ્રોડક્ટ્સના સ્ટોલ

વિદ્યાર્થીઓ દ્વારા સેવાઅર્થે કેન્ટીન ચલાવાઈ

ત્રણ દિવસમાં 30 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી

10 લાખથી વધુ કિંમતનાં પુસ્તકોનું વેચાણ

વિસરાયેલી રમત-ગમત માટે ફન ક્લબ

હેલ્ધી ફૂડ કોમ્પિટિશન

મોરબી શહેરના વિદ્યાર્થીઓએ પ્રવચન આપ્યું

સાંસ્કૃતિક કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો