શૌચાલય સાફ કરવા અમનેે સાંસદ નથી બનાવાયા: સાધ્વી પ્રજ્ઞા

Sihor News - we did not make mps to clean the toilet sadhvi pragnya 072008

DivyaBhaskar News Network

Jul 22, 2019, 07:20 AM IST
ભોપાલથી ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા તેમના નિવેદનોને કારણે અનેકવાર ચર્ચામાં રહ્યાં છે. એકવાર ફરી તેઓ ચર્ચામાં છે. આ વખતે તેમના પર વડાપ્રધાન મોદીના સ્વચ્છતા અભિયાનની મજાક બનાવવાનો આરોપ લાગ્યો છે. વાઈરલ વીડિયોમાં સાધ્વી પ્રજ્ઞા કહેતા સંભળાય છે કે અમે તમારી(પ્રજાની) નાળીઓ અને શૌચાલયો સાફ કરવા માટે સાંસદ નથી બનાવ્યાંં.

માહિતી અનુસાર ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિહોરમાં એક જાહેર કાર્યક્રમમાં લોકો સાથે મુલાકાત કરી રહ્યા હતા. વીડિયોમાં તે કહેતા સંભળાય છે કે ધ્યાન રાખો, અમને નાળીઓ સાફ કરવા માટે સાંસદ નથી બનાવ્યા. અમને તમારા શૌચાલય સાફ કરવા સાંસદ નથી બનાવાયા. અમને જે કામ માટે બનાવાયા છે તે કામ ઈમાનદારીથી કરીશું.

X
Sihor News - we did not make mps to clean the toilet sadhvi pragnya 072008
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી