તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાંકાનેરમાં હળવા વરસાદી ઝાપટામાં જ મુખ્ય માર્ગો પર પાણી ભરાઇ ગયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરને અડીને આવેલી ભાટીયા સોસાયટી સહિત ચંદ્રપુર, કેરાળા, ગુલશન પાર્ક સહિત અનેક ગામોના લોકોની અવરજવર માટેનો સર્વિસ રોડ પર આવેલા રેલ્વે લાઈન નીચેના નાલામા પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.ચોટીલા બાઉન્ડ્રીથી કચ્છ સુધી જતા નેશનલ હાઈવે વાંકાનેરથી પસાર થાય છે. નેશનલ હાઈવેનુ કામ ચાલુ હતુ તે દરમિયાન ભાટીયા સોસાયટી સહિતના ગામોના આવવા જવા માટે હાઈવેની બને સાઈડમા સર્વિસ રોડ બનાવવામાં આવેલ છે. જેમા એક બાજુના સર્વિસ રોડ પર આશરે 7000થી વધુ વસ્તી ધરાવતી ભાટીયા સોસાયટી સહિત અનેક ગામોના લોકો ને આ સર્વિસ રોડથી શહેરમા કે અન્ય જગ્યાએ જવા માટે નો મુખ્ય માર્ગ છે જેથી જીવના જોખમે નાછૂટકે નેશનલ હાઈવે પર જવાની ફરજ પડે છે. ભાટીયા સોસાયટી શારદા વિદ્યાલય તથા સરકારી કુમાર અને કન્યા શાળાઓ છે જેમા શહેર તથા તાલુકાના વિદ્યાર્થીઓ ને શાળાએ જવા આવવા માટે પગપાળા, સાયકલ કે મોટરસાયકલ તો પસાર નથી થઈ શકતા પરંતુ વધારે વરસાદ વરસ્યો હોય ત્યારે સ્કૂલ રીક્ષા અને સ્કૂલ બસ પણ નથી પસાર થઈ શકતી એટલુ નાલા મા પાણી ભરાઈ જાય છે. નાલા મા પાણી ભરાઈ જવા બાબતે ભાટીયા સોસાયટી ગ્રામ પંચાયત તથા સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકા તથા નેશનલ હાઈવે ઓથોરિટી ને અનેક વખત રજૂઆતો કરવામા આવી છે પરંતુ હજુ સુધી સમસ્યા દૂર કરવા માટે કોઈ રસ લેતા નથી

અન્ય સમાચારો પણ છે...