તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તળાજી નદીમાં ઠેર ઠેર કાંપથી જળ સ્ત્રોત ડુક્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા શહેરની લોકમાતા સમાન તળાજી નદીનાં પટ્ટમાં ઠેરઠેર કાંપ, ધુળનાં ઢગલા, પથ્થરો, અને બાવળોનાં ઝુંડ થી નદીનો લાંબો પટ્ટ ભંગારવાડામાં ફેરવાઇ જતા તળાજીનો કુદરતી રેતાળ પટ્ટ સંપૂર્ણ પણે અવરોધાઇ ગયો છે. જેથી તળાજી નદીનાં તિરે આવેલ તિર્થસ્થાનો અને શ્રધ્ધા કેન્દ્રો ની ગરિમા જળવાતી નથી. ઉપરાંત વર્તમાન સમય માં પાણીનું મુલ્યે સમજીએ તો આ નદીનાં કાંઠે આવેલ તળાજા નગરપાલીકાનાં વારાહી વોટર વર્કસ અને જાંબુડા વોટર વર્કસનાં જળમ કુવાઓ તેમજ નદી કાંઠાની આજુબાજુ ની જમીનો નાં કુદરતી જળ સ્ત્રોત પણ ડુંકી જાય છે.જેની ગંભીરતા સમજીને તળાજી નદી નાં પટ્ટને સંપૂર્ણ સાફ સુથરો કરી, ચોમાસાનાં વરસાદી વહેણને ખળખળ વહેતો કરવામાં આવે તો નદીની પ્રાકૃતિક સુંદરતા અને જળ સંગ્રહ ક્ષમતા સમૃધ્ધ બને તે માટે સાર્વત્રીક અભિયાન ચલાવવાની અત્યંત આવશ્યકતા છે.તસવીર - બી.કે.રાવળ

અન્ય સમાચારો પણ છે...