વઢવાણ સેવા સદનના ધાબા પર પાણી ભરતા લીકેજ

Wadhwan News - water leakage at the base of the sadhana service sadhana 081311

DivyaBhaskar News Network

Sep 15, 2019, 08:13 AM IST
વઢવાણ સેવા સદન કરોડો રૂપીયાના ખર્ચે બન્યુ છે. પરંતુ ધાબુ લીકેજ હોવાથી રૂમોમાં પાણી પડી રહ્યુ છે. આ ઉપરાંત સેવા સદનના ધાબાપર પાણી ભરાતા અને સફાઇના અભાવે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. આથી કર્મચારીઓ અને અરજદારોની મુશ્કેલી દુર કરવાની માંગ ઉઠી છે.

વઢવાણ તાલુકાના 45 ગામ અને શહેરના લોકોની મુશ્કેલી કે સમસ્યા દુર કરવા વઢવાણ સેવા સદન આધુનીક બનાવાયુ છે. ભુકંપ કચેરી જર્જરીત થતા કરોડો રૂપીયાના ખર્ચે બે માળની ઇમારત ઉભી કરાય છે. પરંતુ આ ઇમારતના દાદરાના પાળે જ લાદીઓ નીકળી જતા નવી નાંખવી પડી છે. હાલ ચોમાસામાં ધાબાપર વરસાદી પાણી જમા થયુ છે. આથી અમુક રૂમોમાં પાણી આવી રહ્યુ છે. જેમાં તલાટી રૂમમાં પાણી પડતા અનેક દસ્તાવેજ અને ફાઇલો બચાવવા દોડધામ કરવી પડી રહી છે. આ અંગે વંદેમાતરમ ગૃપ દ્વારા કલેક્ટર અને માર્ગમકાન વિભાગમાં લેખીત રજૂઆત કરાઇ છે. વઢવાણ મામલતદાર કચેરીના કર્મીઓને અરજદારો પરેશાનીમાં મુકાયા છે. આ ઉપરાંત કચરો અને ઠેરઠેર વરસાદી પાણી જમા થતા મચ્છરોને લીધે રોગચાળાનો ભય ઉભો થયો છે. આ અંગે નાયબ મામલતદાર જી.ડી.બરોલીયાએ જણાવ્યુ કે ધાબા લીકેજની જાણ માર્ગમકાન વિભાગને કરી છે.

X
Wadhwan News - water leakage at the base of the sadhana service sadhana 081311

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી