તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાજસુરપરા શાળાના શિક્ષકનો વિદાય સમારંભ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણ : જસદણની વાજસુરપરા પ્રાથમિક શાળાના શિક્ષક મકવાણા ખેતાભાઈ માધાભાઈનો વિદાય સમારંભ યોજાયો હતો. જેઓ 20 વર્ષથી આ શાળામાં ફરજ બજાવતા હતા. તેઓની માંગણી મુજબ બદલી અન્ય શાળામાં થતા વિદ્યાર્થીઓએ અને શાળાના શિક્ષકોએ રડતી આંખોએ વિદાય આપી હતી. 20 વર્ષ સુધી નિર્વિવાદીત અને હંમેશા બીજાની મદદ માટે તત્પર રહેતા તેમજ શાળાને જ જેઓએ પોતાનું ઘર બનાવેલું એવા આ શિક્ષકના વિદાય પ્રસંગે ઉપસ્થિત જસદણ તાલુકા શિક્ષણાધિકારી ડી.ડી.રામાનુજ, તાલુકા સંઘના પ્રમુખ નારણભાઈ સરિયા, મંત્રી મનીષભાઈ ગોસાઈ, સી.આર.સી. અખિલભાઈ યાદવ, આચાર્ય શૈલેષભાઈ પટેલ સહિતનાઓએ સાલ ઓઢાડી સન્માન કર્યું હતું તેમજ શ્રીફળ પડો આપી વિદાય આપી હતી.

અન્ય સમાચારો પણ છે...