1 મહિનાથી પાણીની રાહ જોતા હતાં પાણી છોડ્યું તો ગાબડું પડ્યું : ખેડૂતો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા નર્મદા વિભાગ દ્વારા પાટડી તાલુકામાંથી પસાર થતી ખારાઘોડા શાખા કેનાલમાં સોમવારે પાણી છોડવામાં આવ્યું હતુ. પરંતુ આ કેનાલમાં પારાવાર ગંદકીની સાથે લીલના થર જામી જતા કેનાલનું પાણી આગળ જતુ અટકી જતા કેનાલમાં 10થી 15 ફુટનું મસમોટુ ગાબડું પડ્યું હતુ.અને કેનાલનું ચિક્કાર પાણી ખેડૂતોના જીરા, એરંડા અને કપાસના પાકમાં ફરી વળતા નુકશાનીનો ભોગ બનેલા ખેડૂતોએ જીલ્લા પંચાયતના સદસ્ય પી.કે.પરમારને જાણ કરતા તેઓ રાજકીય આગેવાનો સાથે ગાંબડું પડેલી કેનાલે દોડી ગયા હતા. અને ત્યાંથી જ બામણવાના પ્રકાશ પટેલ અને પાટડીના નવઘણ ઠાકોર અને મનીષ પટેલ સહિતના ખેડૂતોને સાથે રાખી મહેસાણા નર્મદા વિભાગના રાજપાલ સહિતના અધિકારીઓ સાથે વાત કરી આ ગાબડું તાકીદે રીપેરીંગ કરવાની રજૂઆતો કરી હતી.

એકબાજુ પાટડીના ખેડૂતો છેલ્લા એક મહિનાથી કેનાલના પાણીની કાગડોળે રાહ જોઇ રહ્યા હતાને કેનાલમાં ગાબડાથી નર્મદાનું પાણી ખેડૂતોના ઊભા મોલમાં ફરી વળતા ખેડૂતો પાયમાલ બન્યા હતા.

ખેતરો જળબંબાકાર

નર્મદાનું ચિક્કાર પાણી ઊભા મોલમાં ફરી વળતા ખેડૂતો પાયમાલ બન્યા

{ પાટડી કેન‍ાલમાં ગાબડું ખેતરો જળબંબાકાર બન્યા. તસવીર : મનિષ પારીક
અન્ય સમાચારો પણ છે...