તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વસ્તડી પ્રા. શાળામાં રૂ.5 લાખના વિકાસના કામો થશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વઢવાણ તાલુકના વસ્તડી ગામની પ્રાથમિક શાળમાં સુવિધાઓનો અભાવ હતો. આથી જિલ્લા પંચાયતના મહિલા સદસ્યાએ રૂ.2.60 લાખના ખર્ચેશાળામાં બ્લોક પાથરી આપવાની જાહેરાત કરી છે. જ્યારે તાલુકા પંચાયતના ઉપપ્રમુખે રૂ.2 લાખ પ્રાર્થના હોલ બનાવવા આપવાની ઘોષણા કરી હતી. આ ઉપરાંત સરપંચે આર ઓ પ્લાન્ટ માટે રૂ.35 હજાર એકત્ર કરી આપ્યા હતા.

વસ્તડી ગામની શાળાને 150 વર્ષ પુર્ણ થયા હતા. પરંતુ શુધ્ધપાણી, બ્લોક અને પ્રાર્થના હોલના અભાવે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હતી. આથી શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ સોલંકી, ધીરૂભા અસાવાર, ગોપાલભાઇ ધોળકીયા વગેરે દ્વારા સાથે મહોત્સવનું આયોજન કરાયુ હતુ. આ પ્રસંગે અનેક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહેતા દાનનો પ્રવાહ વહેતો થયો હતો. જેમાં જિલ્લા પંચાયતના સદસ્ય દક્ષાબા મહાવીરસિંહ ગોહિલે પોતાની રૂ.2.50 લાખની ગ્રાંટમાંથી શાળામાં બ્લોક પાથરી આપવાની જાહેરાત કરી હતી.

વસ્તડીના સદસ્ય અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભુપતસિંહ ગોહિલ રૂ.2 લાખ પોતાની ગ્રાન્ટ ફાળવીને પ્રાર્થના હોલ બનાવી દેવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સરપંચ અજીતસિંહ ગોહિલે શાળામાં આરઓ પ્લાન્ટ ઉપરાંત રૂ.5 હજાર આપનાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો