તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાફરાબાદ-કુંડલામાં સરકારી યોજનાની માહિતી અપાઇ, વિવિધ કાર્યક્રમો યોજાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિવિધ સરકારી યોજનાઓના લાભોને પ્રકાશિત કરવા માટે ન્યૂ ઇન્ડિયા ચૌપાલ રોડ-શો કાર્યક્રમનું આયોજન જિલ્લાના રજુલા, જાફરાબાદ અને સાવરકુંડલા તાલુકામા કરવામાં આવ્યું હતુ. જિલ્લામાં આયોજિત વિવિધ રોડ શોમાં 5500થી વધુ લોકોએ જોડાયા હતા. આ આયોજનમાં વિવિધ સરકારી યોજનાઓના કેટલાક લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતા. કાર્યક્રમ દરમિયાન નુક્કડ નાટક જેવી મનોરંજક ગતિવિધિયો, સ્થાનીય કલાકારના પ્રદર્શન, ડ્રોઇંગ પ્રતિયોગિતાનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ.

સાવરકુંડલા કબીર ટેકરી દ્વારા મહાશિવરાત્રી મેળામાં ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી
સાવરકુંડલા ખાતે આવેલ શ્રી સદ્દગુરૂ કબીર સેવા ટ્રસ્ટ કબીર ટેકરી દ્વારા મહાશિવરાત્રી મેળો જુનાગઢ ખાતે આગામી તારીખ ૨૭/૦૨થી ૪/૦૩ સુધી કબીર ટેકરી સાવરકુંડલા દ્વારા ભોજન, ભજન અને ઉતારા માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ વ્યવસ્થાના ૪૯ વર્ષ પૂર્ણ કરી ૫૦માં વર્ષેમાં પ્રવેશ કરશે. જેમાં સાવરકુંડલા તાલુકાની જનતા તન, મન, ધનથી સહકાર આપી રહ્યા છે. તથા સાવરકુંડલા શહેરમાં ગરીબ નિરાધાર અને વૃધ્ધો માટે ચાલતી સંતશ્રી નિર્મળ સાહેબ ટિફિન સેવાના દસવર્ષ પૂર્ણ થતાં તેમની ઉજવણી તારીખ ૦૩/૦૩ને રવિવારના રોજ જુનાગઢ મુકામે કરાશે.

જૂનાગઢની વધાવી હાઇસ્કુલમાં મહિલા સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું
જૂનાગઢ | જૂનાગઢની વધાવી હાઇસ્કુલ ખાતે મહિલા સુરક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાઉન્સીલર અરૂણાબેન દ્વારા મહિલા સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે શાળાના આચાર્ય રાજુભાઇ રાવલ તથા સ્ટાફ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

સાવરકુંડલામાં આગામી 3 માર્ચના રોજ સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવશે
સાવરકુંડલા ખાતે સોનલ ફાઉન્ડેશન તથા ઈન્ડિયન મેડિકલ એસોસિએશન આયોજિત સાવરકુંડલા તાલુકાને પોતાની કર્મભૂમી બનાવી સેવાનો ભેખ પહેરી છ દાયકા સુધી મેડીકલ, શિક્ષણ, રોજગારી અને પર્યાવરણમાં નોંધનીય કામગીરી કરનાર ડો.પ્રફુલભાઈ તથા ઈન્દીરાબેન શાહની સ્મૂતીમાં વિનામૂલ્યે રોગ નિદાન માર્ગદર્શન કેમ્પ આગામી તારીખ ૦૩/૦૩ને રવિવારના રોજ સવારે ૯ થી બપોરે ૧ કલાક સુધી વ્યાયામ મંદિર ખાતે યોજાશે.

સાવરકુંડલામાં સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે 277માં નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન
સાવરકુંડલા ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે અમરેલી જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ દ્વારા આગામી તારીખ ૧/૦૩ને શુક્રવારના રોજ સવારે ૯ થી ૧૨ સુધી વિનામૂલ્યે ૨૭૭મો મહાનેત્રયજ્ઞ અને નેત્રમણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં આંખના રોગોથી પીડાતા દર્દીઓને લાભ લેવા કેમ્પના દાતા સ્વ. શાંતાબેન જીવનલાલ લાખાણી મુંબઈ પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.

65મી જન્મ જયંતિ નિમીત્તે સંત નિરંકારી ફાઉન્ડેશન દ્વારા સફાઇ અભિયાન હાથ ધરાયું
જૂનાગઢ | જૂનાગઢ નિરંકારી બાબા હરદેવસિંહજી મહારાજની 65મી જન્મ જયંતિ ગુરૂપુજાના ભાગરૂપે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા દેશભરમાં 765 સરકારી હોસ્પિટલમાં સફાઇ અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢની સરકારી હોસ્પિટલ ખાતે સફાઇ અભિયાન અને વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવા સંચાલક શૈલેષભાઇ મોટવાણી, લાલભાઇ રૂપારેલીયા અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.

ઠાકોર સમાજનો ચોથો સમુહ લગ્નોત્સવ યોજાશે, 17 નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે
સાવરકુંડલા | સાવરકુંડલા ખાતે શ્રમજીવી નગર યુવા ગ્રુપ સેવા ટ્રસ્ટ તથા ઠાકોર યુવા સેના સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમસ્ત ઠાકોર સમાજના ચોથા સમુહ લગ્નોત્સવ તથા મહારક્તદાન કેમ્પ આગામી તારીખ ૩/૦૩ને રવિવારના રોજ યોજાશે. ઓપન થીએટર મહુવા રોડ સાવરકુંડલા ખાતે આયોજીત આ સમુહ લગ્નોત્સવમા જાન આગમન, સામૈયા, સંત આશીર્વાદ, ભોજન સમારંભ, જાન વિદાય, રક્તદાન કેમ્પ વગેરે પ્રસંગોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ ચોથા સમૂહલગ્નના અધ્યક્ષ જુગલજી મથુરજી ઠાકોર, કુંવરજીભાઈ બાવળીયા , દેવજીભાઈ ફતેપુરા, ઠાકોર મંગાજીડેર પાટણ, રમેશજી બાવળાવાળા, રોયલ ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાત પ્રદેશ પ્રમુખ વગેરે સમગ્ર ગુજરાતમાંથી ઠાકોર સમાજના અગ્રણી ઉપસ્થિત રહેશે. સમુહ લગ્નોત્સવને સફળ બનાવવા સાવરકુંડલા ઠાકોર યુવા સેનાના સભ્યો જહેમત ઉઠાવી રહ્યાં છે.

જૂનાગઢ કૃષિ યુનિ.માં રાજસ્થાના ખેડુત ભાઇઓને પ્રેરણા પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન અપાયું
જૂનાગઢ | જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.એ.આર.પાઠક તથા વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.પી.વી.પટેલના માર્ગદર્શન હેઠળ સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે આત્મા પ્રોજેક્ટ રાજસ્થાનના પ્રતાપગઢના ખેડુતોના પ્રેરણા પ્રવાસ કાર્યક્રમમાં ખેડુતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે ડો.જી.આર.ગોહિલ સહિતના હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવા સરદાર સ્મૃતિ કેન્દ્રના સ્ટાફ અને આત્મા પ્રોજેક્ટના રાજેશભાઇ અને પ્રફુલાલભાઇએ જહેમત ઉઠાવી હતી.

જૂનાગઢની કાંબલિયા સ્કુલની વિદ્યાર્થીની રાષ્ટ્રીય નિબંધ સ્પર્ધામાં રનર્સ અપ
જૂનાગઢ | ટાટા બિલ્ડીંગ ઇન્ડીયા દ્વારા આયોજીત સ્કુલ એસે કોમ્પીટીશનમાં જૂનગઢની એન.બી.કાંબલીયા કન્યા વિદ્યાલયમાં ધો.11 સાયન્સમાં અભ્યાસ કરતી ગીતાબેન કરશનભાઇ ચાવડાએ સિનિયર વિભાગમાં નેશનલ લેવલે ફાર્સ્ટ રનર્સ અપ બની શાળાનું ગૌરવ વધાર્યુ છે.

સાવરકુંડલામાં રાજગોર બ્રાહ્મણ સમાજના 20માં સમુહ લગ્નોત્સવનું આયોજન કરાયું
સાવરકુંડલા |સાવરકુંડલા ખાતે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સમાજનો ૨૦ સમુહ લગ્નોત્સવ રામારોહ આગામી 3/3ને રવિવારના રોજ આંખની હોસ્પિટલ હાથસણી રોડ ખાતે યોજાશે. આ સમુહ લગ્નોત્સવમાં ૧૦ નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડશે. આ તકે મંડપ રોપણ, જાન આગમન, હસ્ત મેળાપ, ભોજન સમારંભ, કન્યા વિદાય વગેરે માંગલિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. આ તકે પૂ.મુક્તાનંદબાપુ ચાપરડા, પૂ.રામબાલકદાસબાપુ વાંકુનીધાર, પૂ.જ્યંતીરામબાપા ધનુડા, પૂ. નિજસ્વરૂપાનંદ સરસ્વતી જુનાગઢ, પૂ.નીલકંઠચરણ સ્વામી જેતપુર, પૂ.નારાયણસ્વામી તાજપુરા, પૂ.સુબોધાનંદ બાપુ દ્વારકા, પૂ. શિવાનંદ સરસ્વતી સેવારામબાપુ રાજુલા વગેરે સંતો આશીર્વચન પાઠવશે.

જૂનાગઢમાં મહર્ષિ દયાનંદની 195મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી
જૂનાગઢ| જૂનાગઢ આર્ય સમાજ તથા સીનીયર સીટીઝન મંડળના સંયુક્ત ઉપક્રમે મહર્ષિ દયાનંદની 195મી જન્મ જયંતિ નિમિતે રાષ્ટ્ર રક્ષા યજ્ઞ તથા હેલ્થ એવરનેશનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બન્ને સંસ્થાના પ્રમુખ, મંત્રી, સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમ મંત્રી કાંતિભાઇ કીકાણીએ જણાવ્યું હતું.

તમારા સમાજ સંસ્થા, ધાર્મિક સંસ્થાઓમાં થતી ઉજવણી કે કાર્યક્રમના સમાચાર દિવ્ય ભાસ્કરમાં નિ:શુલ્ક પ્રસિદ્ધ કરવા માટે

અમરેલી જિલ્લા માટે

amrelibhaskar@gmail.com

અમરેલી જિલ્લા માટે

98250 43526 પર વોટસ એપ કરો કે પછી નીચેના સરનામે મોકલી આપો.

અમરેલી બ્યૂરો ઓફિસ : દિવ્ય ભાસ્કર કાર્યાલય ડો.જીવરાજ મહેતા ભવન, લાયબ્રેરીની બાજુમાં, અમરેલી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો