તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વામીનારાયણ સેવા કેન્દ્ર સિહોર ખાતે વિવિધ કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોર સ્વામિનારાયણ સેવા કેન્દ્ર, રામનગર - નવા ગુંદાળા ખાતે ભરત મેમોરિયલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, સુરત દ્વારા જરૂરિયાતમંદ બાળકોને કપડાં વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરુણાબેન પંડયા, ટ્રસ્ટી જ્યોત્સનાબેન ત્રિવેદી અને ટ્રસ્ટનાં ડેવલોપમેંટ પ્રોજેકેટ ઑફિસર અને હરીશભાઈ પવાર ઉપસ્થિત રહેલ. સ્વામિનારાયણ સેવા કેન્દ્રમાં આવતાં બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરેલ.હરીશભાઈ પવારે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે સત્યના રાહ પર ચાલનારાને મુશ્કેલી ખૂબ આવે છે, પરંતુ જો તેને ભગવાન ઉપર પૂરો વિશ્વાસ હોય તો તે કોઇ પણ સમસ્યામાંથી પાર ઊતરી જાય છે. અશોકભાઈ મકવાણાએ બાળકોને કહેલ કે જો હરીશભાઈ 56 વર્ષે પણ મહિનામાં 4થી 5 ઉપવાસ કરી શકતા હોય, 81વાર રક્તદાન કરી શકતા હોય, ક્રિકેટ રમી શકતા હોય, તો આપણે પણ નાનપણથી જ શરીરને મજબૂત અને સ્ફૂર્તિલું બનાવવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...