તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંબેડકર જન્મજયંતિ નિમિત્તે વિવિધ સ્પર્ધાનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ | કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજીત અને જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી બોટાદ દ્વારા સંચાલિત ડૉ.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ દિનની સામાજીક સમરસતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત ડૉ.બાબા સાહેબ આંબેડકરના જીવન અને કવન ઉપર નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવાનું હોઈ જેથી આ સ્પર્ધામાં ભાગ લેવા માટે જરૂરી આધાર પુરાવા સાથેની આપની અરજી તા. 18એપ્રિલ 2019 સુધીમાં જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી, બોટાદ ખાતે રૂબરૂ અથવા ઈમેલ dsobotad007@gmail.com પર માહિતી મોકલી આપવા જણાવવામાં આવે છે. તેમજ જે સ્પર્ધક ની માહિતી આ કચેરીને મળેલ હશે તેવા જ સ્પર્ધકને કાર્યક્રમમાં ભાગ લેવા દેવામાં આવશે અને વિગત વાર કાર્યક્રમ ની જાણ કરવામાં આવશે. બોટાદ જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં જણાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...