તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૈષ્ણોદેવીનો 13 કિમી માર્ગ વિદેશી ફૂલોથી સજ્યો, 4 લાખ લોકો પહોંચશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માતા વૈષ્ણોદેવીનો 13 કિમી લાંબો પગપાળા માર્ગ ભક્તોના સ્વાગત માટે આજકાલ વિદેશી ફૂલોથી મહેકી રહ્યો છે. શ્રાઈન બોર્ડે બ્રિટન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, સ્વિત્ઝર્લેન્ડ અને યુએઈથી વિવિધ પ્રકારના ફૂલ મંગાવ્યા છે. વૈષ્ણોદેવીમાં 9 દિવસ ચાલનાર શતચંદી યજ્ઞના વૈદિક મંત્ર અહીં દરેક જગ્યાએ સંભળાઈ રહ્યાં છે. મહા અષ્ટમીના દિવસે યજ્ઞની પૂર્ણાહૂતિ થશે. આ વખતે શ્રાઈન બોર્ડના ભોજનાલયમાં વ્રત રાખનારા શ્રદ્ધાળુઓ માટે ભોજનની ખાસ વ્યવસ્થા કરાઈ છે જ્યાં દરરોજ હજારો ભક્તો પ્રસાદ ગ્રહણ કરી રહ્યાં છે. વૈષ્ણોદેવી મંદિરમાં સપ્ટેમ્બર 1986થી પૂજા કરી રહેલા મુખ્ય પૂજારી ગોપાલદાસ શર્માએ જણાવ્યું કે માના આ મંદિરનું સ્તાન શક્તિપીઠોની સમકક્ષ માનવામાં આવે છે. માની પારંપરિક પૂજા દિવસમાં બે વાર થાય છે. અહીં આરતીની પ્રક્રિયા અન્ય સ્થળો કરતા અલગ અને લાંબી છે. પૂજારી પહેલા ગુફાની અંદર આરતી કરે છે. પછી ગુફાની બહાર ભક્તોની સામે આરતી થાય છે. આરતી પહેલાં આત્મશુદ્ધિ માટે પૂજારી આત્મપૂજન કરે છે. માન્યતા છે કે અહીં સતીનું માથુ પડ્યું હતું. જિઓલોજિકલ સ્ટડી મુજબ આ ગુફા હજારો વર્ષ જૂની છે. આમ તો આ મંદિર વૈદિક યુગનું માનવામાં આવે છે. ઋગ્વેદમાં પણ ત્રિકુટ પર્વત પર વસેલા આ મંદિરનો ઉલ્લેખ છે. તે પછી મહાભારતમાં પણ માતા વૈષ્ણોદેવીનો ઉલ્લેખ આવે છે. કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે કૌરવો પર વિજય માટે માતા વૈષ્ણોનો આશીર્વાદ લો. એ પણ કહેવાય છે કે અહીં સ્થાપિત માતાની પિડિયો, પાંડવોની નિશાની છે. સૌથી પહેલાં અહીં પૂજા પાંડવોએ જ કરી હતી. ગુફાની સામે સ્થાપિત ગોલ્ડ પેટેડ પ્રવેશદ્વાર આ વર્ષે ભક્તો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. 2018માં અહીં કુલ 85.87 લાખ તીર્થયાત્રી આવ્યા હતા. આ વર્ષે ઓગસ્ટ સુધી 53.38 લાખ લોકો આવી ચૂક્યા છે. આ સંખ્યા ગત વર્ષના આ સમય સુધીની તુલનાએ 6 લાખ ઓછી છે. આ વર્ષે રેલવે વૈષ્ણોદેવી માટે નવી ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ 3 ઓક્ટોબરથી શરૂ કરી રહ્યું છે. જેનાથી નવી દિલ્હી થઈ કટરાની યાત્રા માત્ર 8 કલાકમાં થશે.

અન્ય સમાચારો પણ છે...