તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉપલેટા સ્વામિનારાયણ મંદિરે પાટોત્સવ નિમિત્તે શાકોત્સવ સહિતના આયોજનો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં દ્વારકાધીશ સોસાયટી સામે આવેલ સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં ઘનશ્યામ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી. તેને ચાર વર્ષ પૂર્ણ થતા વાર્ષિક પાટોત્સવ તથા શ્રીમદ્દ સત્સંગી જીવન સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ સપ્તાહ દરમ્યાન ઘનશ્યામ જન્મોત્સવ, અભિષેક, જળયાત્રા, અન્નકૂટ વગેરે જેવા પ્રસંગો યોજાયા હતા. આ કથાના બીજા ભાગના વક્તા પદે પીજ વાળા વિદ્વાન પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી વિશ્વવલ્લભદાસજી સ્વામી પોતાની આગવી શૈલીથી કથાનું રસપાન કરાવ્યુ હતું. ભગવાન સ્વામિનારાયણે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોજ ગામ ખાતે બે મણ રીંગના અને મણ ઘી આ શાકોત્સવ યોજાયો હતો.

જ્યારે ઉપલેટાના ખાખીજાળીયા રોડ પર આવેલ એપલગ્રીન પાર્ટી પ્લોટ ખાતે મંદિર દ્વારા ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે ૩૦૦૦ કરતા પણ વધારે ભાવિકોએ સમૂહ પ્રસાદનો લાભ લીધો હતો.

આ સપ્તાહ પારાયણ દરમિયાન દરરોજ શહેરના મંદિરોના સંતો-મહંતોએ સપ્તાહ પારાયણ દરમ્યાન ઉપસ્થિત રહી દર્શનલાભ આપ્યો હતો.

તેમજ ઉપલેટા નગરપાલિકા પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડીયા, ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા, તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઈ ડાંગર, શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ પૂર્ણાહૂતિના પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ ધારાસભ્ય દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી મંદિરની સામે આવેલ વોંકળાના કાંઠા પરની પાર્કિંગ માટેની જગ્યા પર દિવાલ બનાવવા માટે બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. ઉપસ્થિત માનવ મહેરામણે હર્ષથી વધાવી લીધો હતો. આ સમગ્ર ઉત્સવનું સંચાલન મંદિરના કોઠારી શાસ્ત્રીશ્રી ધર્મનંદનદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ શ્રીજીચરણદાસજી સ્વામી તથા શ્રીજી યુવક મંડળે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...