તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉપલેટામાં 5 લાખની ચોરી કરનાર આરોપી ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઉપલેટા શહેરમાં થોડા સમય પહેલા ડો. ટોલિયા રોડ પર રહેતા આરીફભાઈ બુધવાણી પોતાના ધાર્મિક કામથી પરિવાર સાથે બહાર ગયા હતા. ત્યારે પાછળથી તસ્કર દ્વારા ચોરીના મામલાને અંજામ દેવામાં આવ્યો હતો. ચોરીની ઘટનાને પગલે ઉપલેટા પોલીસ દ્વારા સતત તપાસના દોર ધમ-ધમતા હતા. આ તપાસના દોરમાં ઉપલેટા પોલીસને બાતમી મળી કે જામનગરમાં ડોલર અને યુરો વેચાણ માટે એક શખ્સ આવ્યો હતો. આ બાતમીના આધારે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે ડોલર અને યુરો વેચવા આવનાર શખ્સનું નામ હમીર જલાભાઇ કરમુર છે જેમની ઉમર આશરે ૨૫ વર્ષ છે અને ઉપલેટાનો રહેવાસી છે. આ બાતમીના આધારે ઉપલેટા પોલીસે હમીર જમાલભાઈ કરમુરની શોધખોળ શરુ કરી હતી આરોપીને તુરંત પકડી પાડયો હતો. ઝડપી પાડેલા આરોપીને પુછપરછ કરતા કબુલ્યું કે તેણે આ બંધ મકાન જોતાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરી કરનાર આ શખ્સ જુગારનો શોખીન હોઇ પૈસાની જરૂર પડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો