તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલ શહેરમાં ટ્રાફીકથી સતત ધમધમતાં ઉમવાડા રેલ્વે ફાટકે અંડર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગોંડલ શહેરમાં ટ્રાફીકથી સતત ધમધમતાં ઉમવાડા રેલ્વે ફાટકે અંડર બ્રીજ મંજુર થતાં તેનું ખાતમુહુર્ત કરાયું હતું ઉમવાડા રોડ પરિવહન માટે મહત્વનો માગઁ છે. પરંતુ રેલ્વે ફાટકને કારણે વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. અહીં રોજીંદા 20 રેગ્યુલર, ઉપરાંત વિકલી ટ્રેન, ગુડ્સ સહીત સરેરાશ 25 ટ્રેનોની અવર જવર થાય છે.

વારંવાર રેલ્વે ફાટક બંધ રહેતું હોય લોકોને અટકી પડી ભોગવવી પડતી રોજીંદી હાલાકી અંગે ધારાસભ્ય ગીતાબા જાડેજા, ભાજપ મોવડી જયંતિભાઇ ઢોલ, જયરાજસિંહ જાડેજા ઉપરાંત શહેરનાં પીઢ અગ્રણી શિરીશભાઇ જોશીની તાકીદની રજૂઆતને ધ્યાને લઇ રેલ્વે તંત્ર દ્વારા રુ.3 કરોડનાં ખર્ચે અંડર બ્રીજની મંજુરી અપાતાં આજે જયરાજસિંહ જાડેજા, જયંતીભાઇ ઢોલ, રેલ્વેના જેતલસર જંકશનનાં આસી.એન્જી.ભારદ્વાજ, સેકશન એન્જી.ઉપેન્દ્રકુમારની ઉપસ્થિતિમાં નગરપાલિકા ના ઉપપ્રમુખ અપઁણાબેન આચાર્ય તથાં શિરીશભાઇ જોશીનાં હસ્તે ઉમવાડા ફાટક પાસે અંડરબ્રીજનું ખાત મુહુર્ત કરાયું હતું. આ વેળા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ પીપળીયા સહિતના હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો