તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોડીનાર શહેરમાં પીજીવીસીએલનાં કર્મીને અજાણ્યા શખ્સે ગાળો ભાંડી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કોડીનારમાં આવારા તત્વો બેફામ બન્યા હોય તેમ કોઇપણ કારણ વગર કોઇને પણ ગાળો કાઢી અણછાજતું વર્તન કરે છે. ત્યારે પીજીવીસીએલનાં કર્મચારી સાથે પણ આવો બનાવ બન્યો હતો. અને કોઇપણ કારણવગર ગાળો ભાંડી નાસી છુટયા હતાં. ત્યારે અા બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કોડીનાર પીજીવીસીએલ કચેરીના કર્મચારી દીપક ગોહિલ પત્ની સાથે જુની બજારમાં ડેરીએ ઘી ખરીદવા ઉભા હતા. ત્યાંરે જીજે-32-4946 બાઈકમાં ત્રણ સવારીમા અજાણ્યા શખ્સો આવી દીપક ગોહિલને ગાળો ભાંડી ભાગી ગયા ત્યારે જલારામ ચોકમા પકડીને પુછતા કશો જવાબ નહીં મળતા કોડીનાર પોલીસમાં ફરિયાદ નોંધાવી આરીતે ગમે તે લોકો ને હેરાન પરેશાન કરતા આવારા તત્વો ને પકડી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવા માંગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો