તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવા શાળા નં.6માં વિજ્ઞાન દિવસની અનોખી ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો | 27 ફેબ્રુઆરી

મહુવાની શાળા નં.6માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની અનોખી રીતે થશે ઉજવણી શાળાના ધો.5 થી 8ના 150 વિદ્યાર્થી�ઓ 150 પ્રયોગો રજૂ કરશે.ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, જીવવિજ્ઞાન, અંધશ્રધ્ધા સહિતના પ્રયોગોનો સમાવેશકરવામાં આવેલ છે.

મહુવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ત્રિવેણીબેન વૃજલાલ પારેખ પ્રા.શાળા નં.6માં મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણીનું વર્ષ યાદગાર બની રહે તે માટે આ વર્ષના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસને અનોખી રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. આજે ગુરૂવારના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે શાળાના ધો.5 થી 8ના 150 વિદ્યાર્થી�ઓ પ્રારંભમાં પુલવામા હુમલામાં શહીદ થયેલ વીર જવાનોને 150 કેન્ડલ વડે શ્રધ્ધાંજલી આપશે. વીર જવાનોને શ્રધ્ધાંજલી આપ્યા બાદ આ 150 વિદ્યાર્થી�ઓ 150 વિશિષ્ટપ્રયોગો રજૂ કરશે. જેમાં ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, જીવવિજ્ઞાન, અંધશ્રધ્ધા સહિતના પ્રયોગોનો સમાવેશ કરવામાં આવેલ છે.

શાળાના ગણિત-વિજ્ઞાનના શિક્ષકો હરેશભાઈ વળિયા અને રશ્મિતાબેન ચાવડાના માર્ગદર્શન નીચે તથા શાળાના અન્ય શિક્ષકોના સહકારથી 150 વિદ્યાર્થી�ઓએ તૈયાર કરેલ 150 પ્રયોગોનું પ્રદર્શન શાળાના મેદાનમાં સવારે 8.30 થી 11.30 સુધી યોજાશે.

વિવિધ શાળા�ઓના વિદ્યાર્થી�ઓ શિક્ષકો તથા વાલી�ઓને અને રસ ધરાવતા લોકોને આ પ્રદર્શન નિહાળવા માટે શાળાના આચાર્ય વિજયભાઈ વાઘેલા તથા શાળાના સી.આર.સી. કો.�ઓર્ડિનેટર રમેશભાઈ સેંતા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.પ્રયોગો રજૂ કરનાર તમામ વિદ્યાર્થી�ઓને દેવવિલા ફેમિલી કલબ-દેવળિયા દ્વારા ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો