ઊનાનાં નવાબંદર મરીન પોલીસે 28 લાખનાં દારૂનાં જથ્થાનો નાશ કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઊનાના નવાબંદર મરીન પોલીસ દ્વારા છેલ્લા ચાર વર્ષ દરમિયાન દરીયાઇ કંઠાળ વિસ્તારમાંથી વિવિધ પ્રકારનો વિદેશી દારૂ તેમજ બીયરનો જથ્થો પકડી પાડેલ હોય અને પ્રોહિબીશન હેઠળ આ દારૂના ગુન્હા નોધાયેલ તે દારૂનો જથ્થો કોર્ટ કેસ નિકાસ થતાં પોલીસ સ્ટેશન ખાતે રખાયેલ મરીન પોલીસે આ દારૂના જથ્થાના નિકાલ માટે કોટની મંજુરી મેળવી ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક વસાવા તેમજ ઊના પ્રાંત અધિકારી પ્રજાપતી અને નશાબંધી જૂનાગઢના અધિકારી સોલંકીની ઉપસ્થિતી વચ્ચે નવાબંદર પોલીસ સબઇન્સ્પેક્ટર મંધરા તેમજ પોલીસ સ્ટાફએ પાલડી કામના ખારામાં આવેલ દરીયાઇ કાંઠા વિસ્તાર 31,125 બોટલ દારૂ કિ.રૂ.28,49,710 ઠાલવી તેના પર બુલ્ડોઝર ફેરવી આ તમામ દારૂના જથ્થાનો નાશ કરેલ હતો. પાલડી ગામે દારૂનો જથ્થો ઠાલવતા અને તેને નાશ કરવાની કાર્યવાહી હાથ ધરતા આ વિસ્તારના મોટી સંખ્યામાં લોકો જોવા ઉમટી પડેલ હતા.

_photocaption_પકડાયેલ દારૂનાં જથ્થાનો નાશ કરવામાં આવ્યો. } જયેશ ગોંધીયા*photocaption*
અન્ય સમાચારો પણ છે...