તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊના, તાલાલા, વેરાવળ, ડોળાસા : ચાલુ વર્ષે ચોમાસાએ જુના વર્ષો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના, તાલાલા, વેરાવળ, ડોળાસા : ચાલુ વર્ષે ચોમાસાએ જુના વર્ષો ફરીથી યાદ કરાવ્યા છે કારણ કે, છેલ્લા પાંચેક વર્ષથી તો આવો વરસાદ જોયો ન હતો. ત્યારે આ વર્ષે આશો મહિનાનાં નોરતા હવે શરૂ થવાનાં છે ત્યારે પણ વરસાદ જોવા મળી રહ્યો છે અને ભાદરવા મહિનાનાં છેલ્લા દિવસે પણ અષાઢી માહોલ જોવા મળ્યો હતો અને ગીર-સોમનાથ જિલ્લામાં વરસાદી વાતાવરણ રહ્યું હતું. જેમાં ઊના પંથકમાં એક થી ત્રણ ઇંચ, તાલાલામાં અઢી ઇંચ અને કોડીનાર, વેરાવળ અને સુત્રાપાડામાં એક ઇંચ જેવો વરસાદ વરસી જવા પામ્યો હતો. જોકે, ગીર જંગલમાં ભારે વરસાદને પગલે હિરણમાં ફરી એક વખત ઘોડાપુર આવ્યું હતું. તો બીજી તરફ વરસાદ બંધ ન થવાને કારણે હાલ ચોમાસુ પાકને નુકસાન પહોંચી રહ્યું છે, કારણ કે હાલ મગફળી પાકી ગઇ હોય પરંતુ વરાપ ન નિકળતાં ઉપાડી શકાતી નથી. તેમજ તેમાં વરસાદી પાણી ભરાતા સડો બેસી જવાની સ્થિતી જોવા મળી રહી છે. જોકે, હવે મેઘ મહેરને બદલે કહેર વરસાવી રહ્યો છે ત્યારે સોરઠ ભરમાં લીલા દુષ્કાળની સ્થિતી સર્જાઇ છે.

અન્ય સમાચારો પણ છે...