બજાણા ગોગા મહારાજના મંદિરમાં 2 દિવસ પહેલાં ચઢાવાયેલા છત્તર, 4 મૂર્તિઓની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટડી તાલુકાના બજાણા ગામના ગોગા મહારાજના મંદિરમાં તસ્કરોની ગેંગે 4 મૂર્તિઓ અને 2 દિવસ પહેલા જ ચઢાવાયેલું ચાંદીનું છત્તર સહિતના આભૂષણો અને પાણીની મોટર મળી કુલ રૂ. 20,000નો મુદામાલ ચોરાયાની બજાણા પોલિસ મથકે ફરીયાદ નોંધાઇ છે.

બજાણા ગામે પીપળી જવાના રસ્તે ઘોઘાપરામાં પ્રાચિન ગોગા મહારાજના મંદિરમાં હાલમાં વંડો બનાવવાનું કામ ચાલે છે. અને 2 દિવસ અગાઉ અંકેવાડીયાના એક દંપતી બાબો આવતા ચાંદીનું છત્તર ચઢાવી ગયા હતા. જે રાત્રિના અંધારામાં તસ્કરોની ગેંગ ગોગા મહારાજના મંદિરમાં પ્રવેશ કરી છત્તર સહિત ગોગા મહારાજની ચાર જેટલી ચાંદીની નાની-મોટી મૂર્તિઓ સહિતના આભૂષણો અને મંદિરમાં વંડો બનાવવામાં કામ આવતી પાણીની મોટર મળી અંદાજે રૂ. 20,000થી વધુના મુદામાલની ચોરી કરી થતાં મંદિરના સંચાલક દ્વારા બજાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ચોરી અંગેનો ગુનો દાખલ કરી તસ્કરોની ગેંગને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

{ બજાણામાં તસ્કરોની ગેંગે ભગવાનને પણ ના છોડ્યાં અને બજાણા ગોગા મહારાજના મંદિરમાં ચાંદીના આભૂષણોની ચોરી કરી ગયા હતા.

તસ્કરો અપંગ ગલ્લાવાળાનો 5000નો મુદ્દામાલ ચોરી ગયા

મંદિરની આગળ દિવ્યાંગ સદુભા મલેકના ગલ્લામાંથી પરચુરણ સામાન રૂ. 5000નો મુદામાલ ચોરી ગયા હતા. અને બાજુમાં જ આવેલા એત પટેલ શખ્સના ખેતરમાંથી મોંઘી પાણીની લાઇન ચોરી ગયા હતા.
અન્ય સમાચારો પણ છે...