તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલમાં બે ફરાર ઠગ ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ તાલુકા પોલીસના પીએસઆઇ એવી જાડેજા દ્વારા તાલુકા પોલીસના કોન્સ્ટેબલ મદનસિંહ ચૌહાણ, દિગપાલસિંહ ગોહિલ, ભગીરથસિંહ, રાજદીપસિંહ ચુડાસમા તેમજ ક્રિપાલસિંહ હરદેવસિંહ જાડેજા સહિતની ટીમને અનડિટેક્ટ ગુનાઓના કામ સબબ ઉત્તર પ્રદેશ મોકલાયા હતા. દરમિયાન છેતરપિંડીના ગુનામાં નાસી ગયેલ ઉત્તમ લલન ભાઈ મિક્ષા રહે સુખપુર ઉત્તર પ્રદેશ મળી આવતા તેની ધરપકડ કરી હતી તેમજ તેનો સાગરીત મોહમ્મદ અયુબ અન્સારી હાલ રાજકોટ વાળાની ધરપકડ કરી ટ્રક નંબર GJ12Y7734 કિંમત રૂપિયા 450000 તેમજ રોકડા રૂપિયા 246000 નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...