તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરમગામમાં 2 બંગલાનાં તાળા તૂટ્યાં 1 લાખની રોકડ સહિત દાગીનાની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ શહેરમાં પોપટ ચોકડી પાસે આવેલું અષ્ટ વિનાયક સોસાયટીમા બંગલા નંબર 158માં રહેતા સંજયભાઈ પટેલના બંધ મકાનમાં ચોરોએ તાળા તોડી. હાથફેરો કરતા રૂપિયા 1 લાખ રોકડ સહિત 5 તોલાથી વધુના સોનાનાદાગીનાની ચોરી થઈ હતી જ્યારે બંગલા નંબર 53 માં રહેતા ભાડુઆત નરેશભાઈનો પરિવાર પણ બહારગામ ગયેલ હોય તેમના મકાનના તાળા તૂટયા હતા જેમાં તસ્કરોને કાઈ હાથ લાગ્યું ન હોવાનું જાણવા મળેલ છે.

વિરમગામ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી દર શિયાળામાં ચોરી નો ઉપદ્રવ વધે છે છતાં આજ દિન સુધી પોલીસ કોઈ ચોરને પકડી ચોરીનો ભેદ ઉકેલી શકી નથી ત્યારે 5 ડિસેમ્બરની રાત્રે અષ્ટવિનાયક બંગ્લોઝમાં 158 નંબરમાં રહેતા સંજયભાઈ જે. પટેલનો પરિવાર બહારગામ ગયેલ જ્યારે સંજયભાઇ રાત્રે 12 વાગ્યા સુધી પોતાના બંગલામાં સુતા હતા બાદમાં પરકોટા વિસ્તારમાં આવેલ પોતાના અન્ય મકાને સુવા માટે ગયા હતા ત્યારે મોડી રાત્રિએ લોખંડની જાળીના દરવાજાનો નકુચો તોડી મેઇન બારણાનું તાળું તથા ઇન્ડોરલોક તોડી ચોરો ઘરમાં પ્રવેશી તિજોરી મા રહેલ 1લાખની રકમ સહિત 5 તોલા સોનાની ચોરી કરી હતી.

ચોરોએ ભગવાનનું મંદિર પણ ફંફોસ્યું હતું સ્થાનિક રહીશો જાગી જાય તો તેમના પર હુમલો કરવા માટે તસ્કરો સાથે પથ્થર પણ લઈને આવેલા જે ચોરી બાદ ત્યાં જ મૂકીને જતા રહ્યા હતા ટાઉન પોલીસ દ્વારા બપોરના સમયે પંચનામું કરવામાં આવેલ અને સાંજ સુધી ફરિયાદ દાખલ થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...