રણકાંઠામાં વ્યાજખોરોનો ત્રાસ : રૂ. 2.50 લાખનું વ્યાજ 33.65 લાખ

Patdi News - troubled people in ranakanta rs interest of 250 lakhs 3365 lakhs 070012

DivyaBhaskar News Network

May 26, 2019, 07:00 AM IST
પાટડી નગર સહિત પાટડી પંથકમાં ધમધમતી ડાયરી સીસ્ટમ અને વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોને પરિવારજનો સાથે ગામ છોડી જવાનો વારો આવ્યો છે. જેમાં પાટડીના મુલાડા ગામના શખ્સે એક શખ્સ પાસે પોતાનું 14 વિઘાનું ખેતર ગીરવે મૂકી રૂ.2.50 લાખ લીધા હતા. થોડા સમય પછી એ નાણા પરત કરી જમીન છોડાવવા જતા એ શખ્સે રૂ.33.64 લાખ વ્યાજ ચઢ્યું હોવાની ચિઠ્ઠી આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ ઝીંઝુવાડા પોલીસ મથકે નોંધાઇ છે.

પાટડી નગર સહિત સમગ્ર રણકાંઠા વિસ્તારમાં પઠાણી વ્યાજે લાયસન્સ વગર નાણા ધિરનાર વ્યાજખોરોનો ત્રાસ હાલમાં ચરમસીમાએ પહોંચ્યો છે. જેમાં ડાયરીઓ પર નાણા ફેરવતા લોકોના ત્રાસના લીધે અનેક લોકો પોતાના પરિવારજનો સાથે ગામ છોડી જવાનો વારો આવ્યો છે. જેમાં ડાયરી ચલાવતા અસામાજીક તત્વો નાણા ધિરતા પહેલા જ વ્યાજ કાપીને નાણા ધીરી રોજનો નક્કી કરેલો હપ્તો ઉઘરાવવાનું કામ કરે છે.

પાટડી તાલુકાના મુલાડા ગામે રહેતા દશરથ મેવાભાઇ ઝીંઝુવાડીયાએ ગામના જ સગ્રામભાઇ લેંબાભાઇ રબારી પાસેથી પોતાનું 14 વીઘાનું ખેતર ગીરો મુકી રૂ. 2.50 લાખ લીધા હતા. અને થોડા વર્ષો પછી નાણાની સગવડ થતા દશરથભાઇ રૂ. 2.50 લાખ લઇ પોતાની જમીન છોડાવવા સગ્રામભાઇ પાસે ગયા હતા. તો સગ્રામભાઇએ એમને અત્યાર સુધી ચઢેલા વ્યાજના રૂ. 33,64,423ની ચિઠ્ઠી પકડાવી દઇ ઉઘરાણી કરતા દશરથભાઇએ એમને કહ્યું હતુ કે, અત્યાર સુધી અમારા ગીરો મુકેલા ખેતરની ઉપજ પણ તમેં જ લીધી છે તો પછી અલગથી વ્યાજ શેનું ? ત્યારે ઉશ્કેરાયેલા સગ્રામભાઇએ જો એ ખેતર બાજુ નજર પણ કરી તો જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ દશરથભાઇએ સગ્રામભાઇ વિરૂધ્ધ ઝીંઝુવાડા પોલીસ મથકે નોંધાવતા પોલિસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

X
Patdi News - troubled people in ranakanta rs interest of 250 lakhs 3365 lakhs 070012
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી