તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિહોર સહજાનંદ શિક્ષા ભવન ખાતે ત્રિવિધ કાર્યક્રમ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિહોર બ્યુરો | 13 જાન્યુઆરી

ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સુરતના પ્રમુખ અરુણાબેન પંડ્યા દ્વારા સિહોર સહજાનંદ શિક્ષા ભવન ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આ સંસ્થાના પ્રમુખના ઉચ્ચવિચારો-પ્રેરણાદાયી ઉદાહરણ સાથે સહજાનંદ શિક્ષા ભવન ખાતે નાની નાની દીકરીઓને પોષી પૂનમ તેમજ વૈભવલક્ષ્મી માતાના વ્રતની ઉજવણી કરવામાં આવેલ.

જેમાં દીકરીઓને ખીર, પૂરી, બટેટાની સુકીભાજીનું ભોજન કરાવવામાં આવેલ. સંસ્થાના ટ્રસ્ટી જ્યોત્સનાબેન, રિટાયર્ડ શિક્ષક હરીશકુમાર ત્રિવેદીની જન્મદિનની ઉજવણી નિમિત્તે પછાત વિસ્તારમાં ગરીબ પરિવારના બાળકોને ચોકલેટ તેમજ અનુદાન કરી જન્મદિવસની ઉજવણી કરી હતી.

આ કાર્યક્રમમાં દીકરીઓએ પ્રભુભકિત ગીતો, નૃત્યો રજૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો