તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોમનાથ સાનિધ્યે શરૂ થઈ સારવાર, યાત્રિકો માટે આયુર્વેદિક ચિકિત્સાલય

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રી સુવિધા કેન્દ્ર ખાતે સોમનાથના અધ્યક્ષ કેશુભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા આરોગ્ય અને રોજગારલક્ષી સેવાયજ્ઞ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. જેને પગલે આવતીકાલ તા. 12 માર્ચથી દવાખાનું શરૂ કરવામાં આવનાર છે. ટ્રસ્ટી જે. ડી. પરમારના હસ્તે આ દવાખાનાનો શુભારંભ કરાશે.

સોમનાથ આવતા તમામ યાત્રાળુઓને નાની મોટી બિમારી તેમજ અકસ્માત કે ઇજાના બનાવોમાં તાત્કાલિક સારવાર, દવા મળી શકે એ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે દવાખાનું શરૂ કરવામાં આવશે. જેમાં પ્રભાસપાટણના એમબીબીએસ તબીબ ડો. સાવલિયા દ્વારા દર્દીઓને નિદાન તથા માર્ગદર્શન અપાશે. આ આરોગ્ય કેન્દ્ર સવારે

9 થી 1 અને સાંજે 4 થી 8 દરમ્યાન ખુલ્લું રહેશે. જેમાં આયુર્વેદિક તબીબ ડો. હંસાબેન ધુળા દ્વારા દર્દીઓને સારવાર આપવામાં આવશે. અહીં પાણીજન્ય રોગો, ચેપીરોગો,

હવાજન્ય રોગો, વાયરલ ઈન્ફેક્શન, બેક્ટેરિયલ ઈન્ફેક્શન તેમજ અકસ્માતના બનાવો, કિડનીની બિમારી, સ્રીરોગો, બાળરોગોના દર્દીઓને પ્રાથમિક સારવાર તેમજ જરૂર પડ્યે રીફર પણ કરવામાં આવશે. જોકે, આરોગ્ય કેન્દ્રમાં કેસ નોંધવાની ફી રૂ. 30 રાખવામાં આવી છે. જેમાં નિદાન અને દવા નિ:શુલ્ક આપવામાં આવશે. આરોગ્ય કેન્દ્રનો વિધીવત પ્રારંભ તા. 12 માર્ચનાં રોજ સાંજે 5 વાગ્યાથી કરાશે. એવી જ રીતે રોજગારલક્ષી નિ:શૂલ્ક તાલિમ કેન્દ્ર પણ શરૂ કરાશે. અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર, સોમનાથ ટ્રસ્ટ અને જિલ્લાના અનુસુચિત જાતિના 18 વર્ષથી વધુ વયના ભાઈ-બહેનો માટે ટેલર, ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટર (કોમ્પ્યુટર) ના તાલિમ અભ્યાસક્રમોની તાલીમ અપાશે. આ તાલીમ કેન્દ્રનો પ્રારંભ કલેક્ટર અજય પ્રકાશના હસ્તે કરાશે. આ તાલીમ કેન્દ્ર સ્વસ્તિક પ્લાઝા, શોપીંગ સેન્ટર લીલાવંતી ભવનની સામે રહેશે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય અને રોજગારલક્ષી સેવાયજ્ઞનો આજથી પ્રારંભ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો