સણોસરા ગામે ST બસસ્ટેન્ડની સુવિધાના અભાવે મુસાફરો ત્રસ્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સણોસરા ગામ ભાવનગર-રાજકોટ રાજ્ય ધોરી માર્ગ પર આવેલું અને ઘણીબધી વસ્તી ધરાવતું મોટું ગામ છે. આ ગામ સતત ધમધમતું અને ધબકતું ગામ હોવા છતાં અહીં બસ સ્ટેન્ડના અભાવે મુસાફરો પર સતત જીવનું જોખમ રહ્યા કરે છે અને બસ સ્ટેશન વિના અનેક મુસાફરોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે.

અહીંથી જિલ્લાના કે રાજ્યના દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી, વડિયા, મોરબી, કચ્છ-ભુજ સહિતના વિવિધ સ્થળોએ માટેના વાહનો મળતા હોય છે અને આજુબાજુના 15 થી 17 ગામડાઓના ગ્રામજનોની ખરીદી (હટાણા)નું મુખ્ય કેન્દ્ર છે. અહિં નોકરિયાત વર્ગ અપ-ડાઉન કરતા હોય છે. આથી સણોસરાના બસ સ્ટોપ પર દિવસ દરમ્યાન ખાસ્સું ટ્રાફિક રહેતું હોય છે. પરંતુ બસ સ્ટેશન ન હોવાને કારણે મુસાફરોને રોડ પર જ ઊભા રહેવું પડે છે. બસ સ્ટેન્ડ ન હોવાને કારણે મુસાફરોને શિયાળો, ઉનાળો અને ચોમાસામાં ખુલ્લામાં ઊભા રહેવું પડે છે. જેને કારણે મહિલાઓ, બાળકો અને વૃધ્ધોને ખાસ્સી મુશ્કેલી અને પરેશાનીનો સામનો કરવો પડે છે. સણોસરા મોટું ગામ હોવાથી અહીંથી આખા દિવસ દરમ્યાન અનેક મુસાફરો આખા દિવસ દરમ્યાન આવ-જા કરે છે. પરંતુ આવડા મોટા ગામમાં બસ સ્ટેન્ડ ન હોવાને કારણે પ્રજા ત્રાહીમામ પોકારી રહી છે. સણોસરા ગામમાં વહેલામાં વહેલી તકે બસ સ્ટેન્ડ બને તેવી લોકમાંગ દિન-પ્રતિદિન પ્રબળ બની રહી છે.

20 જેટલા ગામડાના હટાણાનું કેન્દ્ર હોવા છતાં સુવિધા નથી
અન્ય સમાચારો પણ છે...