તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવામાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકનો પ્રશ્ન માથાનો દુ:ખાવો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવા બ્યુરો | 24 ફેબ્રુઆરી

મહુવા શહેરમાં ચોક્કસ વિસ્તારમાં આડેઘડ રોડ ઉપર વાહન પાર્કીંગનો પ્રશ્ન પેચીદો બન્યો છે. આ પ્રશ્ન હલ કરવા નગરપાલીકા દ્વારા મહુવાના મેઘદુત ચોક સામે એલ.આઇ.સી.ઓફીસની બાજુમાં જાહેર પાર્કિંગ માટે અનામત રાખેલ જગ્યા અને વાસી તળાવ પાસે ગાધકડા બજાર નજીક અદ્યતન નવી શાક માર્કેટ બનાવવાની 2013માં જાહેરાત કરવામાં આવેલ પરંતું શાક માર્કેટ ન બનાવેલ ખાલી જગ્યા ઉપર દબાણ હટાવી પાર્કિંગ કોમ્પ્લેક્ષ બનાવવું જોઇએ.

મહુવાના મેઘદુત સીનેમાં પાસેથી અનેક ખાનગી બસો દિવસે અને મોડી રાત સુધી ઉપડતી હોય છે આથી આ વિસ્તારમાં વારંમવાર ટ્રાફિકના પ્રશ્નો ઉભા થતા હોય છે. આ વિસ્તારમાં જસવંત મહેતા ભવન નિર્માણ પામી રહ્યું છે તેનો વિવાદ ઉકેલવા ભવન સામે જ આવેલ ઉપરોક્ત જગ્યામાં છબીલદાસ મહેતા પાર્કિંગ ભવન તરીકે અનામત રાખવા નગરપાલિકાએ જનરલ સભામા ઠરાવ પસાર કરેલ છે. જે મેદાનને વહેલી તકે ખુલ્લુ કરી જાહેર પાર્કિંગ માટેના ઉપયોગમાં લોકાર્પણ કરવું જોઇએ.

વાસી તળાવ પાસે ગાધકડા બજાર નજીક સવારે અને સાંજે કારીગરો, થ્રી વ્હીલ ટેમ્પાઓ, ઉંટ ગાડીઓની ભીડ રહે છે. જેથી વારંમવાર ટ્રાફીકના પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે. નગરપાલીકાએ સેલટેક્ષ ઓફીસ પાસેની નગરપાલીકાની ખુલ્લી જગ્યામાં શ્રી શ્યામ પ્રસાદ મુખર્જી વેજીટેબલ માર્કેટ નામની અદ્યતન નવી શાકમાર્કેટ બનાવવાની 2013માં જાહેરાત કરાયેલ પરંતું શાક માર્કેટ ન બનાવેલ ખાલી જગ્યા ઉપર દબાણ થઇ રહ્યું હોય તે હટાવી જાહેર પાર્કિંગ માટે જગ્યા ખુલ્લી કરી જાહેર પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવી જોઇએ તેવી નગરજનોમાં માંગ છે.

ગ્રાન્ટ મળે તો પાર્કીંગ કોમ્પલેક્ષ બનાવી શકાય
નગરપાલીકાને પાર્કિંગ કોમ્પ્લેક્ષ બનાવવા સરકાર પાસેથી ગ્રાન્ટ મળે તો પાર્કિંગ કોમ્પ્લેક્ષ બનાવી શકાય જે માટે બોર્ડમાં રજુઆત કરી ઠરાવ થયે સરકાર પાસે પ્રોજેક્ટ રજુ કરી ગ્રાન્ટની માંગ કરવામાં આવશે. હિતેશભાઈ પટેલ, ટાઉન પ્લાનિંગ ઈજનેર,મહુવા નગર પાલિકા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો