તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જસદણ બજારમાં ટ્રાફિક સમસ્યા, પોલીસ તંત્રનું મૌન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જસદણમાં જાણે કે પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેવા ઘાટ છેલ્લા ઘણા વર્ષોથી જોવા મળી રહ્યા છે. શહેરની બજારોમાં મોટા વાહનો માટે પ્રવેશબંધી હોવા છતાં અનેક વાહન ચાલકો પોતાના મસમોટા વાહનો મનફાવે ત્યાં પાર્કિંગ કરી જતા રહેતા હોવાથી અવારનવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે. જેના કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોમાં સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી સામે ભારે નારાજગી ઉઠવા પામી છે. અધૂરામાં પુરૂ જસદણ પોલીસ દ્વારા શહેરભરમાં ઠેક-ઠેકાણે ટ્રાફિક વોર્ડન મુકવામાં આવ્યા છે. પરંતુ તે માત્ર ટાઈમ પાસ કરી સમગ્ર તમાશો ચુપચાપ જોતા રહેતા હોવાથી શહેરીજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જેથી જો સ્થાનિક પોલીસ તંત્રને જરા પણ ટ્રાફિક પ્રશ્ને શરમ લાગતી હોય તો નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે ધોરણસરની કાર્યવાહી હાથધરે તેવી લોકમાંગની પ્રબળ માંગણી ઉઠવા પામી છે.

શહેરની મેઈનબજારમાં વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે છતાં પોલીસ કાઈ કરતી નથી. જસદણ શહેરમાં વર્ષોથી ટ્રાફિક સમસ્યા ફાટીને ધુમાડે ગઈ છે. ખાસ કરીને જસદણની મેઈન બજારમાં 105 જેટલા ગામોના લોકો હટાણું કરવા માટે આવે છે. પરંતુ જસદણ પોલીસની અણઆવડતનાં કારણે શહેરની મેઈન બજારમાં અવારનવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે. જેના કારણે રાહદારીઓ તેમજ નાના વાહનચાલકોને મેઈન બજારમાંથી પસાર થવામાં સતત અકસ્માતનો ભય રહે છે. જેથી સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા વાહનચાલકો પાસે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં આવે તેવી શહેરીજનોની માંગ ઉઠવા પામી છે.

પોલીસ તંત્રનું અસ્તિત્વ ન હોય તેવા ઘાટ
જસદણ શહેરમાં જાણેકે પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેમ વન-વેનાં નિયમનું વાહનચાલકો છડેચોક ઉલ્લંઘન કરી રહ્યા છે. જ્યારે સ્થાનિક પોલીસ આ બધું નજરો નજર જોયા કરે છે અને ગાંધીજીના તીન બંદર જેવી નીતિ અજમાવી રહ્યા છે. અહી પોલીસ જાણે કે જોતી નથી, સાંભળતી નથી અને બોલતી નથીની માફક હાલત જોવા મળતા શહેરીજનોમાં ભારે રોષ ઉઠવા પામ્યો છે.

જસદણમાં લોકદરબારના નામે માત્ર ડીંડક
જસદણ પોલીસ મથકમાં જ્યારે પણ પોલીસનો લોક દરબાર યોજવામાં આવે છે. ત્યારે શહેરના જાગૃત નાગરીકો દ્વારા ટ્રાફિક સમસ્યા અંગે અવારનવાર રજુઆતો કરવામાં આવે છે. ત્યારે ખુરશી ઉપર બેઠેલા કહેવાતા લોકોના રક્ષક માત્ર આશ્વાસનો આપી હાશકારો અનુભવે છે. જેના કારણે સમસ્યા જેમની તેમ જ રહે છે. જેથી હવે શહેરીજનો પણ ટ્રાફિક પ્રશ્ને કાઈ કહેવા કરતા મૂંગા બેસવાનું વધારે પસંદ કરે છે. જેથી ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા ટ્રાફિક પ્રશ્ને યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી શહેરીજનોની માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો