તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોરાજીના જૂનાગઢ રોડ પર રેલવે ફાટકમાં ખામી સર્જાતા ટ્રાફિકજામ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરાજીના જૂનાગઢ રોડ પર રેલવેના ફાટકમાં ખામી સર્જાતા ટ્રાફિકજામ સર્જાયો હતો. 2 કિ.મી. લાંબી વાહનોની કતારો લાગી હતી. આ ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પણ અટવાઈ ગઇ હતી. ધોરાજી ના જૂનાગઢ રોડ પર આવેલા રેલવે ફાટકમાં ખામી સર્જાતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો બપોરના 4:30 કલાકે આવતી ટ્રેન ના સમયે જૂનાગઢ રોડ પર આવેલ રેલવે ફાટક બંધ કરાયા બાદ ટ્રેન પસાર થયા પછી કોઈ ખામી સર્જાતા રેલવેનું ફાટક ઊંચું નહીં થતા લાંબો સમય સુધી ફાટક નહીં ખુલતા ભારે ટ્રાફિકજામ થયો હતો. ફાટક ન ખુલવાને કારણે એમ્બ્યુલન્સ પણ અટવાઈ હતી.

વેકેશન અને પરિક્રમાનો ટ્રાફિક વધુ હોવાથી વાહનોની બે કિલોમીટર સુધી લાઈનો થઈ હતી. જેમાં મોટરસાયકલ ચાલકોએ પાટા ટપાવીને મોટરસાયકલ કાઢ્યા હતા. ફાટકમાં યાંત્રિક ખામી સર્જાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...