જલજીલાણીની પરંપરા : ધર્મતળાવમાં પૂરતું પાણી ન હોવાથી ભક્તોમાં કચવાટ

Wadhwan News - tradition of aquifers anger among the devotees as there is not enough water in the inn 081005

DivyaBhaskar News Network

Sep 10, 2019, 08:10 AM IST
વઢવાણમાં ભાદરવા સુદ અગીયારસને જલ જીલાણી અગીયારસ તરીકે માનીને ભગવાનની જળયાત્રાની પરંપરા છે. જેમાં કારડીયા રાજપૂત સમાજના ચોરો, સ્વામિનારાયણ મંદિર સહિતના દેવસ્થાનો પરથી પાલખીયાત્રા ધરમતળાવ પહોંચી હતી. પરંતુ ધર્મતળાવમાં પુરતુ પાણી ન હોવાથી ભક્તોમાં કચવાટ ફેલાયો હતો.

વઢવાણમાં રાજાશાહી વખતથી ચોમાસામાં નદી, નાળા છલકાઇ જાય એટલે ભગવાનની જળયાત્રા નિકળે છે. ભાદરવા સુદઅગીયારસને પરીવર્ણીતી અગીયારસ પરિવર્તનની એકાદસી કહેવાય છે. આ શુભ દિવસે મંદિરોમાં ભગવાનની મુર્તિની એક પડખેથી બીજા પડખે પોઢાડવામાં આવે છે. ત્યારે વઢવાણ કારડીયા રાજપૂત સમાજના ચોરાકે મંદિરે દર જલજીલાણી અગીયારસે પાલખી યાત્રાની પરંપરા છે. આ ઉપરાંત વઢવાણ સ્વામિનારાયણ મંદિર, રામજીમંદિર, વિષ્ણુ મંદિર વગેરે પણ પાલખી કે જળયાત્રા યોજી હતી. વઢવાણમાં સૌથી વધુ વરસાદ અને ભોગાવા નદી બે વખત બે કાંઠે હોવા છતા ધર્મતળાવમાં પાણી ન આવતા આશ્ચર્ય સર્જાયુ હતું.

X
Wadhwan News - tradition of aquifers anger among the devotees as there is not enough water in the inn 081005
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી