જેતપુરમાં વેપારીઓએ કાળી પટ્ટી ધારણ કરી જીએસટી સર્વરની ખામી મુદ્દે રજૂઆત કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જીએસટી જુલાઈ 2017થી દેશભરમાં લાગુ થયો તેને આશરે 30 મહિના જેવો સમય પસાર થઈ ગયો હોવા છતાં જીએસટી પોર્ટલ પર રીટર્ન ભરવામાં વાંરવાર ટેક્નિકલ ઈશ્યુ ઉભા થતા હોય, સર્વર કાયમી ધોરણે ડાઉન રહેતું હોય, રીટર્ન ભરવા જાય ત્યારે વાંરવાર 1.5 લાખથી વધુ પોર્ટલ ઉપર લોગીન થઈ શક્તુ નથી અને થોડી વાર રહી લોગીન કરો એવો મેસેજ આવી જાય છે. અડધો દિવસ બેસીએ ત્યારે લોગીન થઈ શકાય છે અને તેમાં પણ અનેક પ્રકારની ટેક્નિકલ એરર આવી જાય છે. જેથી રીટર્ન સમયસર ભરી શકાતું નથી અને આ સર્વરની ખામીના લીધે વેપારીઓને વાંરવાર ખોટી રીતે દંડ અને લેઈટ ફી ભરવી પડે છે. ઉપરોક્ત બાબતે વાંરવાર રજુઆતો કરવા છતા પણ આ સમસ્યાનું આજ દીન સુધી કોઈ પણ પ્રકારનું નિવારણ થયુ ના હોય સમગ્ર ગુજરાતના ટેક્ષ એશોસીએસન દ્વારા થયેલ આયોજન મુજબ જેતપુર ટેક્ષ કન્સટન્ટ એશોસીએશન દ્વારા જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને જેતપુર ડાઈંગ પ્રિન્ટીંગ એશોસીએશનને સાથે રાખીને પોરબંદર જિલ્લાના સંસદ સભ્ય, જેતપુર જામકંડારોણાના ધારાસભ્ય, સ્ટેટ ટેક્ષ ઓફીસ જેતપુર અને સેન્ટ્રલ ટેક્ષ ઓફીસ ગોંડલને કાળી પટ્ટી બાંધીને આવેદન પત્ર આપી પોર્ટલની ખામી સુધારવા રજુઆતો કરી છે અને તા. 18.02.2020ના રોજ સમગ્ર ગુજરાતના ટેક્ષ એશોસીએશન દ્વારા મોન રેલીનું અમદાવાદ ખાતે યોજાશે.

અન્ય સમાચારો પણ છે...