તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિત્રકૂટધામ તલગાજરડા ખાતે ટીકાબાપુનો કાલે ભંડારો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા પાસેના તલગાજરડા ખાતે પૂ.મોરારીબાપુના લઘુબંધુ જાનકીદાસબાપુ(ટીકાબાપુ) હરિયાણીનું તા.13/4ના રોજ નિર્વાણ થયેલ છે. તથા તા.14/4ના તેમના પાર્થિવ શરીને સમાધિ આપવામાં આવેલ છે. વૈષ્ણવ સાધુ સમાજની પ્રવાહી અને પાવન પરંપરા અનુસાર તા.17/4ને બુધવારે શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા ખાતે તેમનો ભંડારો રાખવામાં આવેલ છે.

સમગ્ર વૈષ્ણવ સાધુ સમાજના વિવિધ મંડળો, આગેવાનો અને અન્ય સહુને સ્વ.જાનકીદાસબાપુના ભંડારામાં ઉપસ્થિત રહેવા પૂ.મોરારીબાપુ અને પરિવારજનો દ્વારા નિમંત્રણ પાઠવાયું છે. સંતોના સામૈયાથી ભંડારાનો કાર્યક્રમ સાંજે 5 કલાકે શરૂ કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...