આજે વઢવાણમાં નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ફાઇનલ રમાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણમાં આયોજીત નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં તા 12ને રવિવારે ફાઇનલ મેચ રમાશે. શનીવારે ચાર ટીમો વચ્ચે બે સેમી ફાઇનલ મેચ રમાઇ હતી. જેમાં વિજેતા બે ટીમો આજે રવિવારે ફાઇનલ મુકાબલામાં ટકરાશે.

વઢવાણ ખજૂરીવાળા મેલડી મંદિરના લાભાર્થે વઢવાણ રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે તા. 28 એપ્રિલથી આયોજન કરાયુ હતુ. હાલ ટૂર્નામેન્ટ અંતિમ તબક્કા તરફ જઇ રહી છે. તા. 10મેની રાત્રિએ રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં વડવાળા સામે અમિત ઇલેવન, જય માતાજી સામે મચ્છો ઇલેવન તેમજ સાયલા ક્રિકેટ ક્લબ સામે રાજ ઇલેવનનો વિજય થયો હતો. 11મેની રાત્રે કેઆરસીસી ઇલેવન સામે અમિત ઇલેવન તેમજ મચ્છો ઇલેવન સામે રાજઇલેવન વચ્ચે સેમિફાઇનલ જંગ જામશે જેમાં જે બે ટીમો જીતશે તેની વચ્ચે 12 મેને રવિવારે રાત્રે ફાઇનલનો જંગ જામશે.

અન્ય સમાચારો પણ છે...