તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે મુખ્યમંત્રી બાદલપરામાં, વિકાસ કામોનું કરશે લોકાર્પણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીર -સોમનાથ જિલ્લાનાં બાદલપરા ગામે તા.13 મી જાન્યુ.ના મુખ્યમંત્રી રૂપાણી આવી રહ્યા હોય ઉત્સાહનો માહોલ છે. બાદલપરા એક એવુ ગામ છે કે જ્યા ગ્રામ પંચાયતની ચૂંટણી થતી નથી. આ સમરસ ગ્રા.પં.ની બીજી વિશેષતા એ છે કે, સરપંચ અને તમામ સભ્યો તેમજ તલાટીમંત્રી મહિલા છે. બાદલપરાના લોક સેવક ધાનાભાઈ માંડાભાઈ બારડ પરિવાર દ્રારા સમાજ સેવાના અનેક કલ્યાણકારી પ્રકલ્પો નિર્માણ કરવામાં આવ્યા છે. જેથી સરકાર અને બારડ પરિવારના સંયુક્ત પ્રયાસોથી આજે બાદલપરા આદર્શ ગામ બન્યું છે. તા.13મી એ મુખ્યમંત્રી ગામના મુખ્ય માર્ગો પર લોકોનું અભિવાદન જીલશે ત્યારે સમસ્ત ગ્રામજનો સ્વાગત કરશે. આ સ્થળે ગુજરાત સરકાર દ્રારા તૈયાર થનાર સાયકલોકન સેન્ટરનું ખાત મુહુર્ત કરશે. આ સેન્ટર માટે ૨ વિધા જમીન બારડ પરિવાર દ્વારા સરકારને દાનમાં આપવામાં આવી છે. પ્રવેશદ્રાર, રાહુલ બારડ સમાજવાડી તેમજ સાર્વજનિક પેટા આરોગ્ય કેન્દ્ર, સાર્વજનિક વાંચનાલય અને સાર્વજનિક બાળ ક્રીડાંગણનું તકતી અનાવરણથી લોકાર્પણ કરાશે. બાદ મુખ્યમંત્રી જાહેર સભાને સંબોધશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો