તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજથી ગીર-સોમનાથ જિલ્લાની આશાવર્કરો હડતાળ ઉપર ઉતરશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગીર સોમનાથ જિલ્લાની આશાવર્કર બહેનોનાં વિવિધ પ્રશ્નોને લઇ આંદોલનકારી પ્રવિણ રામની આગેવાનીમાં સોમવારે વેરાવળ ખાતે બેઠક મળી હતી. જેમાં મંગળવારથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરવાનો નિર્ણય લેવાયો હતો. હાલ વેરાવળનાં તમામ આરોગ્ય કર્મચારીઓ લાંબા સમયથી હડતાળ પર છે જો આશાવર્કરો પણ પોતાની વિવિધ પ્રશ્નો સાથે હડતાલમાં જોડાશે તો આરોગ્ય સેવા ઠપ્પ થઈ જશે. સરકારે એક બાજુ આશાવર્કરના પગાર વધારો આપી બીજી બાજુ વાઉચરના પૈસા બંધ કરી દેતા આશાવર્કરનો પગાર ત્યા ને ત્યાં જ રહે છે . સરકારની આવી જાહેરાતો ગેરમાર્ગે દોરનારી અને ચૂંટણીલક્ષી હોવાનું પ્રવિણ રામ જણાવ્યું હતું. તો બીજી બાજુ ગીર સોમનાથ ખાતે હડતાલ પર બેઠેલા આરોગ્ય કર્મચારીની મુલાકાત લીધી હતી અને ગાંધીનગર પ્રોગ્રામ આપવાની ચર્ચા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો