તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાંકાનેર તાલુકાના લુણસર ગામે ખરાબાની જમીન ખાતે કરાવી આપવાનુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાંકાનેર તાલુકાના લુણસર ગામે ખરાબાની જમીન ખાતે કરાવી આપવાનુ કહી 5 લાખની છેતપિંડી થયાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. લુણસરના ખેડૂતના નાના ભાઇના વેવાઇ પરિવારના અમદાવાદના 4 સામે ફરિયાદ નોંધાવાઇ છે.

આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાંથી મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા અને ખેતી કરતા નેરભેરામ વસીયાણી નામના ખેડુત સાથે પોતાના ભાઈના વેવાઈ પરીવાર દ્વારા પોતાની લાગવગથી સરકારી ખરાબાની જમીન નામે કરાવી આપવાના બહાને પાંચ લાખ પડાવી લીધા હતા પરંતુ ખરાબો જમીન ખાતે ન ચડતા અપાયેલા પૈસા પરત માગતા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

અમદાવાદના મુકેશભાઈ જેઠાભાઈ પટેલ, હંસાબેન મુકેશભાઈ પટેલ, રાજા મુકેશભાઈ પટેલ અને પુજાબેન મુકેશભાઈ પટેલ વસ્ત્રાલ અમદાવાદ દ્વારા ખેડુતને વિશ્વાસ મા લઈ અને ખેડુતની લુણસર સ્થીત માલિકીની જમીનની બાજુની સરકારી ખરાબાની જમીન તમારા નામે કરાવી આપશુ પરંતુ તેમા 10 લાખનો ખર્ચ થશે જેથી તમે અત્યારે 5 લાખ આપો, 5 જમીન નામે થયા પછી આપજો કહી તા. 12 ઓગષ્ટ 2018 ના રોજ 5 લાખ લઈ ગયા બાદ જમીન પણ નામે ન થતા પોતે પૈસા પરત માગતા પૈસા પરત આપવની ના પાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે અંતર્ગત ફરીયાદી દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ તેમની વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસ દ્વારા આઈ.પી.સી. કલમ 404, 420, 505(2), 504, 114 અને 120B મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...