તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટાખુંટવડા ગામે ઝેરી મધમાખીએ આતંક મચાવ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવા બ્યુરો | 24 ફેબ્રુઆરી

મહુવા તાલુકાના મોટાખુંટવડા ગામે 17 બાળકો ને ઝેરી મધમાખી ડંખ દેતા બાળકોને પ્રથમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ત્યારબાદ મહુવા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ખૂટવડા ગામે ગરીબ પરિવારના બાળકો નદીમાં ન્હાવા ગયા હતા. આ સમયે ઝેરી મધમાખીનો મધપૂડો ઉડેલ અને તમામ બાળકોને ડંખ દેતા બાળકોના શરીરે ઝાંમઠા ઉપસી આવતા બાળકોને સારવાર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ બાળકોને ઉલ્ટી-ઉબકા શરૂ થતા મહુવાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મહુવાની સરકારી હોસ્પિટલના ડોક્ટરોને આ બાળકો મોટી ઉપાધિ આવી હોય તેમ ગણી રીફર કરવાની કોશીષ કરી હતી. ખાનગી હોસ્પિટલમાં જવાની સૂચનાના કારણે બાળકોના વાલીઓમાં ભારે રોષ ફેલાયો હતો. પરંતુ મીડિયા હોસ્પિટલમાં પહોચી જતા તુરંત જ તબીબોએ આ બાળકોની સારવાર શરૂ કરી હતી. હાલ તમામ બાળકો ભય મુક્ત હોવાનુ જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો