તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેશનીંગ કૌભાંડને પગલે ટીંબીના 25 રેશનકાર્ડ રદ્દ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જાફરાબાદના ટીંબી ગામમાં તંત્ર દ્વારા 25 રેશનકાર્ડને રદ કરી દીધા છે. જેના કારણે અહીંના ગરીબ પરિવારને અનાજનો જથ્થો મળતો નથી. હાલ તો ગામના ગરીબ પરિવારનો અનાજનો જથ્થો અટકી પડતા મુશ્કેલીમાં મુકાયા છે. તાલુકાકક્ષાના અધિકારીઓ રદ થયેલા રેશનકાર્ડ ધારકોને જવાબ પણ આપતા નથી.રાજુલા અને જાફરાબાદમાં થોડા સમય પહેલા રેશનિંગ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેની અસર હાલ તો ટીંબી ગામના 25 ગરીબ બી.પી.એલ કાર્ડધારકો પર પડી છે. તંત્ર દ્વારા એક સાથે ટીંબી ગામના 25 બીપીએલ રેશનકાર્ડ રદ કરી દીધા છે. જેના કારણે ગરીબ પરિવારને ભૂખમરા જેવી સ્થિતિ છે. અહીં તેમને અનાજનો જથ્થો મળતો નથી. તેમજ અન્ય સેવા પણ અટકી પડી છે. લોકો મામલતદાર કચેરીમાં જાય તો અધિકારીઓ ઉડાઉ જવાબ આપે છે.

ગરીબ પરિવારને અનાજ મેળવવામાં મુશ્કેલી
અન્ય સમાચારો પણ છે...