તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેકપોસ્ટનાં વિરોધમાં જામવાળા સજ્જડ બંધ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઊના - ગીરગઢડાનાં જામવાળા ગામે અમરેલી-ધારી માર્ગ પર આવેલ પંચાયતની માલીકીની રેવન્યુ અને ગૌચર જમીન તેમજ સેટેલમેન્ટ ખેડૂતોની માલીકીની જમીનમાં વનવિભાગે દાદાગીરી કરી ચેક પોસ્ટ ઉભી કરતા આ ચેક પોસ્ટના કારણે જામવાળાનાં ગામલોકો અને આજુબાજુ વિસ્તારના ખાતેદાર ખેડૂતોની અવર જવર અને વાહનો માટે કાયમી વન વિભાગ ત્રાસ રૂપ બનશે તેવા ભયના કારણે અગાઉ ત્રણ-ચાર માસ પહેલા ભારે વિવાદ સર્જાયો હતો. અને ગ્રામજનોના આક્રોશ વચ્ચે આ ચેક પોસ્ટની કામગીરી અટકાવી દીધી હતી. પરંતુ અચાનક ગતરાત્રીથી ચેક પોસ્ટ ઉભી કરવાની કામગીરીનો પ્રારંભ થતા અને ગામ લોકોએ સરપંચને જાણ કરતા જામવાળા ગામે સજ્જડ બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો. છત્તાં કોઈ નિર્ણય આવ્યો ન હતો. જેથી જામવાળા ગામના સરપંચએ તાત્કાલીક કામ બંધ કરાવવા માંગણી સાથે આંમરણ ઉપવાસ પર બેસી જતાં તંત્રના અધિકારીઓ દોડતા થયા છે. અને આ વિવાદ વધુ વકરે તેવી સંભાવનાને ધ્યાને રાખી તંત્ર એલર્ટ થઇ ગયું છે. ત્રણ માસ પહેલા ગામ વચ્ચેથી પસાર થતાં માર્ગ પર જંગલ વિભાગની હદ ન આવતી હોવા છતાં ચેક પોસ્ટ નાખવા વન્યવિભાગે હિલચાલ કરતા ગામ લોકો અને વનવિભાગ સામ સામે આવી જતા આ મામલો ગાંધીનગર વનમંત્રી સુધી પહોંચતા કામ અટકી ગયું હતું. પરંતુ અચાનક આ મુદ્દે વનવિભાગે જડ વલણ અપનાવી ચેક પોસ્ટનું કામ શરૂ કરતા ગામ લોકોમાં રોષ ભભુકી ઉઠતા આજે વહેલી સવારથી ગામજનોએ બંધ પાડીને વનવિભાગ સામે આંદોલન શરૂ કરી દીધું હતું. જેના કારણે તંત્ર દોડતુ થવાં છતાં વન્ય વિભાગે આ કામ બંધ ન કરતા સરપંચ નરેશભાઇ ત્રાયસીયા આંમરણ ઉપવાસ પર બેસી ગયા હતા. અને તેની સાથે મોટી સંખ્યામાં ગામ લોકો જોડાયા હતા. અને આ મામલો અતી સંવેદનશીલ બની રહ્યો છે. ગ્રામજનો અને વનવિભાગ સીધા સામ સામે આવી જતાં ધર્ષણ થાય નહીં તેને ધ્યાને રાખી પોલીસ પણ એલર્ટ થઇ ગઇ છે.

_photocaption_ચેકપોસ્ટનાં વિરોધમાં જામવાળા ગામ સંપૂર્ણ બંધ રહ્યું. } જયેશ ગોંધીયા*photocaption*

જંગલની હદમાં ચેક પોસ્ટ ઉભી કરે : સરપંચ

જામવાળાના સરપંચ નરેશભાઇ ત્રાપસીયાનાં જણાવ્યા મુજબ માપણીમાં સેટલમેન્ટ ખાતેદારો અને ગ્રામ પંચાયતની જમીન આવેલ છે. આ હદમાં ચેક પોસ્ટ ઉભી કરાયતો 9 થી 5 સુધી લોકોની અવર જવર રહે અને કાયમી નડતરરૂપ વનવિભાગ બની શકે છે. એટલે આ ચેક પોસ્ટ વનવિભાગ હદમાં બને તો અમને વાંધો નથી.

ગ્રામજનો અને તંત્ર સામસામે આવી જતા મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો અને કામ અટક્યું, લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો