તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલ યાર્ડના વેપારીના 7 લાખના ચણા ભરી ઠગ હાપા પહોંચ્યો, અંતે ધરપકડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એમ એમ એન્ટરપ્રાઇઝના નામે વેપાર કરતા મહેન્દ્રભાઈ ડઢાણીયા ને ખંભાળિયાના રમેશભાઈ છું તેવું કહી છેતરપીંડી કરવા આવેલ મિસ્ટર નટવરલાલ રૂપિયા ૭ લાખની કિંમતના ચણા ૩૮૧ કટ્ટા ટ્રકમાં ભરી લઈ હતો પરંતુ માર્કેટીંગ યાર્ડના આગેવાનો અને પોલીસ તંત્રની સતર્કતાના કારણે વેપારીને ગણતરીની કલાકોમાં જ ચણાનો જથ્થો પરત મળી જવા પામ્યો હતો.

માર્કેટિંગ યાર્ડ માં કેટલાક વેપારીઓ દ્વારા હજાર ડીલેવરી રોકડા નાણે વેપાર કરવામાં આવતા હોય છે આવી જ રીતે મહેશભાઈ ડઢાણીયા એ પણ ચણા નો વેપાર કર્યો હતો ખંભાળીયા થી આવેલ રમેશભાઈ નામનો વેપારી વાસ્તવિકતામાં મિસ્ટર નટવરલાલ નીકળ્યો હતો અને ચણા ભરેલો ટ્રક હાપા માર્કેટિંગ યાર્ડ માં લઇ પહોંચ્યો હતો દરમિયાન વેપારી ને પોતે છેતરાયા નો અનુભવ થતા માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા અને કનકસિંહ જાડેજાને સત્ય હકીકત જણાવતા આગેવાનો દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર રામાનુજ નો સંપર્ક કરાતા તપાસના ચક્રોગતિમાન થવા પામ્યા હતા.

દરમ્યાન વેપારી મહેન્દ્રભાઈ તેના મિત્ર રેનીશભાઈ અમૃતિયા અને પોલીસ જવાનો હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી ત્યાંના ચેરમેન નો સંપર્ક કરી ચણાનો જથ્થો છેતરપિંડીથી હાપા માર્કેટિંગ માં કોઇ શખ્સ લાવ્યો હોવાનું જણાવતા તેનું વેચાણ રોકી દેવાયું હતુંં. આ રીતે આખરે છેંતરપીંડીનું અેક મોટું કૌભાડ બને તે પહેલા તેને પકી પાડ્યું હતું. પોલીસ આ પ્રકારના બીજા બનાવો બન્યા છે, કે કેમ? તેમજ આ પ્રકરણમાં વધુ કેટલા શખ્સો સંડોવાયેલા છે.તેમજ આ રેકેટ કેટલા સમયથી ચાલતું હતું તે અંગે સઘન તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની ઘટનાઓ બનવાની સંભાવના છે.

સમગ્ર રેકેટ કેટલા સમયથી ચાલતું હતું અને વધુ કેટલા શખસો સંડોવાયા છે તેની તપાસ

અન્ય સમાચારો પણ છે...