તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલના વેપારી પાસે ખંડણી માગનાર ત્રણ શખ્સ ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગોંડલ ચુનારા શેરીમાં ખાંડ અને તેલના વેપારી પાસે રૂપિયા એક લાખની ત્રણ શખ્સો દ્વારા ખંડણી મંગાતા વેપારી આલમનું ટોળું રોષ સાથે પોલીસ મથકે ધસી ગયું હતું. સિટી પોલીસે ફરિયાદની ગણતરીની કલાકોમાં જ ત્રણે આરોપીને દબોચી લેતાં રોષે ભરાયેલા વેપારીઓ હરખાયા હતા. ચંદ્રકાંતભાઈ તન્ના પાસે સિકંદર સલીમભાઈ રેખા, અઝહરુદ્દીન ઉર્ફે ભૂરો અનવર મિયા કાદરી તેમજ શહેઝાદ રજાકભાઈ મોસાણીએ એક લાખની ખંડણી મંગાતા વેપારી આલમમાં રોષ ભભૂકી ઉઠયો હતો. ફરિયાદ નોંધાતા પોલીસે તુરંત જ તપાસના ચક્રો ગતિમાન કરી ઉપરોક્ત ત્રણેય શખ્સોને દબોચી લીધા હતા.

ક્રાઇમ કુંડળી

પોલીસ ઇન્સ્પેક્ટર કે. એન. રામાનુજે જણાવ્યું હતું કે, સિકંદર અને અઝહરુદ્દીને ગોંડલના કોલેજીયન મોલમાં ચોરીની ઘટનાને અંજામ આપી રૂપિયા ૪૦ લાખની ચોરી કરી હતી. શહેઝાદ નાર્કોટિક્સ અને મારામારીના ગુનામાં જેલમાંથી થોડા સમય પહેલાં જ બહાર આવ્યો હતો અને આ ત્રણેય શખ્સે ભેગા મળી ખંડણી ઉઘરાવવા કાવતરું રચ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો