તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાળિયામાં વેપારી પાસેથી છરીની અણીએ લૂંટ ચલાવનાર 3 શખ્સ ઝબ્બે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખંભાળિયામાં વર્ષ-1999માં શબીરમિયાં અજીજમીયાં બુખારી નામના શખ્સે મુસ્લિમ અગ્રણીની ઘાતકી હત્યા કરતા પોલીસે તેની સામે ગુન્હો નોંધી અદાલતમાં ચાર્જશીટ કર્યું હતું.જેમાં અદાલતે શબીરમિયાંને જેલની સજા ફટકારી હતી.આ શખ્સ વડોદરાની મધ્યસ્થ જેલમાં સજા ભોગવતો હોય થોડા સમય પૂર્વે જામીન પર છૂટી ખંભાળિયા આવ્યો હતો.આ દરમ્યાન બે દિવસ પૂર્વે વેપારી પાસે સજામાં છૂટવા માટેના પૈસા માંગતા વેપારીએ ના પાડતા શબીરમિયાં અને સલાયાના શબીર હુશેન ગુલામહુશેન સુંભાણીયા,હસન ઉમરભાઇ બ્લોચ(રે.ખંભાળિયા)એ રૂ.10000 ની લૂંટ ચલાવી નાસી છૂટયા હતાં.આથી પોલીસે ત્રણેય શખ્સો સામે લૂંટ સહીતની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.તપાસ દરમ્યાન પોલીસે ત્રણેય શખ્સોને પોરબંદર રોડ પરની એક હોટલ પાસેથી પકડી પાડી લૂંટના ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલી છરી અને રોકડા રૂ.10000 કબ્જે કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો