તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગારિયાધારના બે નાયબ મામલતદાર સહીત ત્રણ શખ્સો લાંચ લેતા ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ રિપોર્ટર ¿ ભાવનગર | 17 એપ્રિલ

ભાવનગરમાં રહેતા અને ગારીયાધાર મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા બે નાયબ મામલતદારો અને એક શખ્સ લાંચ લેતા ઝડપાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગારીયાધારમાં રહેતા ફરીયાદીના બે ડમ્પર ગાડી દેપલા ગામેથી રેતી ભરીને સમઢીયાળા ગામની ચોકડી પાસે ઉભા હતા. તે વખતે ગારીયાધાર મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ધર્મેશ જીતેન્દ્રભાઇ ભટ્ટ ( રહે.પ્લોટ નંબર-1550,ઘોઘા સર્કલ,ભાવનગર) તથા નાયબ મામલતદાર અશોક વીનોદરાય પંડયા( રહે. આંબાવાડી,ભાવનગર) એ ત્યા આવીને બન્ને ડમ્પર ગાડીની ચાવીઓ લઇ લીધી હતી.અને ડમ્પરના ચાલકો પાસેથી રૂ.1,00,000ની લાંચની માંગણી કરી હતી.પરંતુ રકજક બાદ રૂ.50,000 નકકી થયેલ.અને રૂ.10,000 રોકડા આપેલ.બાદમા ફરી રકજકના અંતે આજે રૂ.30,000 દેવાના નકકી થયા હતા.

જે અંગે ફરિયાદીએ ભાવનગર એસીબીને જાણ કરી દેતા ભાવનગર એસીબીના પી.આઇ.બી.પી.ગાધેર તથા સતીષ્ ચોેહાણ સહીતનાએ ગારીયાધારમા આવેલ દાતાર ટી સ્ટોલની સામે જાહેર રોડ ઉપર છટકુ ગોઠવી ઉપરોકત શખ્સો વતી લાંચની રકમ સ્વીકારતા સ્થાનીક રહેવાસી વીશાલ જયંતિભાઇ ચોૈહાણ( રહે. રૂપાવટી રોડ,ગારીયાધાર)ને રૂ.30,000 ની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...