સાડા ત્રણ વર્ષ પહેલાનાં સગીરા પર દુષ્કર્મ કેસમાં14 વર્ષની કેદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોટાદનાં સરવા ગામના હર્ષદગિરી ગૌસ્વામી (ઉ. 30) નામના પરિણીત શખ્સ સામે બગીચાઓમાં કામ કરતા માળિયાના એક પરિવારની સગીર વયની પુત્રીને ભગાડી જઇ તેના પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ હતી. મે 2016 માં નોંધાયેલ આ ગુના બાદ સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો. આ અંગેનો કેસ જૂનાગઢની પોક્સો કોર્ટમાં ચાલી જતાં આરોપીના બચાવમાં એવી દલીલો કરાઇ હતી કે, સગીરા 18 વર્ષની થઇ ત્યાં સુધી આરોપી સાથે પત્ની તરીકે રહેતી હતી અને 19 વર્ષની થઇ ત્યારે બાળકને જન્મ આપ્યો હતો. આરોપીએ પુખ્ત થયા પહેલાં તેની સાથે શરીર સંબંધ બાંધ્યો નથી. વળી બંને પતિ-પત્ની તરીકે મજુરી કામ કરી તેમનું ગુજરાન ચલાવતા હતા. જોકે, આ દલીલ જૂનાગઢની પોક્સો કોર્ટના સ્પેશિયલ જજ ટી. ડી. પડીઆએ ફગાવી દીધી હતી. અને આરોપીને 14 વર્ષની સખ્ત કેદી સજા અને 67 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...