તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધ્રાંગધ્રાના શહેરીજનો કૂતરાઓથી પરેશાન : 15 લોકોને બચકાં ભર્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા શહેરના અલગ અલગ વિસ્તારોમાં કુતરાઓએ એક દિવસમાં 15 લોકોને કરડતા શહેરીજનોમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. તેમજ રસ્તા પર રખડતા પશુઓને પણ બચકા ભર્યાનો બનાવ બન્યો છે. ત્યારે પાલિકાતંત્ર દ્વારા કુતરાઓને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

ધ્રાંગધ્રા શહેરના નાનીબજાર, વાટીયાપા, સરસીયાપીરની જગ્યા પાસે, ફુલગલી, સુરેન્દ્રનગર રોડ, જીઆઈડીસી, હરીપર રોડ, હાઉસીંગ બોર્ડ, મફતીયાપરા, કુડારોડ સહીતના વિસ્તારમાં કુતરાનો આતંક જોવા મળી રહયો છે. અને એક દિવસમાં મીનાબા ઝાલા, દિવ્યરાજસિહ ઝાલા, મીતરાજસિહ જાડેજા, કમલેશભાઈ ગઢવી, વનરાજભાઈ સહીત 15 જેટલા લોકોને કુતરા કરડતા ધ્રાંગધ્રા સરકારી દવાખાનામાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. તેમજ કુતરાઓ રસ્તા પર રખડતા નાના મોટા પશુઓને પણ કરડ્યા હોવાનો બનાવ બન્યો છે.

એક જ દિવસમાં 15 લોકોને કુતરા કરડવાની ઘટના બનતા નાના બાળકો, વૃધ્ધો અને મહિલાઓમાં ભયનો માહોલ છવાઇ ગયો છે અને લોકો બહાર નીકળતા પણ ડરી રહ્યાં છે. ત્યારે કુતરાઓને પકડી શહેર વિસ્તારથી દુર મુકી આવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. આ અંગે નગરપાલીકા સેનીટેશન ચેરમેન ધનુભાઈ સીંધીએ જણાવ્યું કે તપાસ કરી તાત્કાલીક કુતરાને પકડવાની વ્યવસ્થા કરવામાં આવશે અને લોકોની મૂશ્કેલી દુર કરાશે.

અન્ય સમાચારો પણ છે...